મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના દલડી ગામ પાસે અગાઉની બોલાચાલીનો ખાર રાખીને આધેડને બે શખ્સોએ લાકડાના ધોકાથી માર માર્યો


SHARE









વાંકાનેરના દલડી ગામ પાસે અગાઉની બોલાચાલીનો ખાર રાખીને આધેડને બે શખ્સોએ લાકડાના ધોકાથી માર માર્યો

વાંકાનેર તાલુકાના કાછિયા ગાળા ગામે વાવવા માટે રાખેલ જમીનમાં બાજરીના ડાંડર વાઢવા જઈ રહેલ યુવાને અગાઉ થયેલ બોલોચાલીના કારણે ડાંડર વાઢવાની ના પાડી હતી જે સામે વાળાને  સારું લાગ્યું ન હતું અને ત્યારબાદ બે શખ્સો દ્વારા જમીનના માલિક આધેડને લાકડીના ધોકા વડે શરીરે અને માથાના ભાગે માર મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઈજા પામેલ આધેડે સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે. #morbi

વાંકાનેર તાલુકાના કાછિયા ગાળા ગામે રહેતા ગોરધનભાઈ માવજીભાઈ સાપરા (55) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગોપાલભાઈ પેથાભાઇ જોગરાણા અને ભુરાભાઈ ભવનભાઈ જોગરાણા રહે. બંને કાછીયા ગાળા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગોપાલભાઈ તેમની બહેન સાથે ફરિયાદીની જમીનમાં વાવેલ બાજરીના ડાંડર વાઢવા જતા હતા ત્યારે અગાઉ થયેલ બોલાચાલીના કારણે ડાંડર વાઢવાની ના પાડતા આરોપીને તે સારું લાગ્યું ન હતું અને ગોપાલભાઈ એ ફરિયાદીને સાંજ નહીં પડવા દઉં તેવી ધમકી આપી હતી અને ત્યારબાદ ફરીયાદિ ખેતીના કામ સબબ દલડી ગામે ગયેલ હતા અને દલડીથી પરત આવતા હતા ત્યારે દલડી ગામ નજીક પેટ્રોલ પંપ પાસે ગોપાલભાઈ અને ભુરાભાઈએ ફરિયાદીને બોલાવીને લાકડી વડે શરીરે તથા માથાના ભાગે માર માર્યો હતો જેથી ઈજા પામેલ આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News