તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ પાસે સીરામીક કારખાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત


SHARE









મોરબીના બેલા ગામ પાસે સીરામીક કારખાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત

મોરબીના બેલા ગામ પાસે કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હોય યુવાનના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ શ્રી રામ પેકેજીંગ સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા અજીતકુમાર કૃષ્ણદેવ યાદવ (28) નામના યુવાને કોઈપણ કારણોસર લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રતિકભાઈ મનહરભાઈ ફેફર (30) રહે રવાપર રોડ મોરબી વાળાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ એમ.પી.ઝાલા દ્વારા કરવામાં આવી હતી અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

#morbi




Latest News