ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકરી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્સફર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછા બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ મોરબી શહેર-હળવદના રણમલપૂર ગામે જુગારની 3 રેડમાં કુલ 19 શખ્સો 8.12 લાખની રોકડ સાથે પકડાયા મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો !
Breaking news
Morbi Today

હળવદના માથક ગામનો બનાવ: પતિએ બીજા લગ્ન કરતાં અવાર નવાર થતાં ઝઘડાથી કંટાળીને મહિલાએ કર્યો આપઘાત


SHARE





હળવદના માથક ગામનો બનાવ: પતિએ બીજા લગ્ન કરતાં અવાર નવાર થતાં ઝઘડાથી કંટાળીને મહિલાએ કર્યો આપઘાત

હળવદના માથક ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતી મહિલાના પતિએ બીજા લગ્ન કરેલ હોય તે મહિલાને ગમતું ન હતું અને તે બાબતે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થતો હતો જેથી મહિલાને મનોમન લાગી આવતા તેણે પોતાની જાતે વાડી પાસે આવેલ બાવળના ઝાડની ડાળી સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

મળતી વિગત પ્રમાણે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના માથક ગામે વાલજીભાઈ લાલજીભાઈ ગોહિલની વાડીએ રહીને મજૂરી કામ કરતા સીણુબેન દાદુડિયાભાઈ મોરી (28)એ વાડી પાસે આવેલ બાવળના ઝાડ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક મહિલાના પતિ દાદડીયાભાઈ મોરી (34) રહે. હાલ માથક મૂળ રહે. એમપી વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાના પતિએ બીજા લગ્ન કરેલ હોય જે મરણ જનારને ગમતું ન હતું અને બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થતો હતો જેથી મનોમન લાગી આવતા મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.




Latest News