મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ મોરબી શહેર-હળવદના રણમલપૂર ગામે જુગારની 3 રેડમાં કુલ 19 શખ્સો 8.12 લાખની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી નજીકથી દારૂની 8 બોટલ સાથે એક પકડાયો: રંગપર નજીક દુકાનમાંથી 120 લિટર દારૂ ઝડપાયો


SHARE





મોરબી નજીકથી દારૂની 8 બોટલ સાથે એક પકડાયો: રંગપર નજીક દુકાનમાંથી 120 લિટર દારૂ ઝડપાયો

મોરબીના લાલપર ગામ પાસે સીટમિક સિટીના પાર્કિંગમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 8 બોટલો સાથે એક શખ્સ મળી આવેલ હતો જયારે મોરબીના રંગપર ગામ પાસે હરિપ્રકાશ કોમ્પલેક્ષમાં આવેલ દુકાનમાંથી 120 લિટર દેશી દારૂ મળી આવેલ છે જેથી પોલીસે પોલીસે દારૂ કબ્જે કરીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ સીટમિક સિટીના પાર્કિંગમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની 8 બોટલો સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે 8,880 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી હિરેન શેતલકુમાર યાદવ (23) રહે. હાલ સિરામિક સીટી એલ-1 બ્લોક નં. 301 વાળાની ધરપકડ કરેલ છે અને આ દારૂની બોટલો તે જગદીશ આહીર રહે. વાવડી ગામ મોરબી વાળા પાસેથી લાવ્યો હોવાનું સામે આવતા બંનેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલની પાછળના ભાગમાં જલારામ એપાર્ટમેન્ટ ખાતે રહેતા સાગરભાઇ કાંતિલાલ પલાણના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની બોટલ મળી આવતા 275 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી જો કે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

120 લિટર દેશી દારૂ

મોરબીના રંગપર ગામ પાસે આવેલ રેબન કારખાનાની સામે હરિપ્રકાશ કોમ્પલેક્ષમાં આવેલ અનવરભાઈ માલાણીની દુકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 120 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 24 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી અનવરભાઈ હાજીભાઈ માલાણી રહે. કાંતિનગર માળિયા ફાટક પાસે મોરબી વાળો રેડ કરવામાં આવી હતી ત્યારે દુકાને હાજર ન હોય તેની સામે હાલમાં ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News