મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના માથક ગામનો બનાવ: પતિએ બીજા લગ્ન કરતાં અવાર નવાર થતાં ઝઘડાથી કંટાળીને મહિલાએ કર્યો આપઘાત


SHARE









હળવદના માથક ગામનો બનાવ: પતિએ બીજા લગ્ન કરતાં અવાર નવાર થતાં ઝઘડાથી કંટાળીને મહિલાએ કર્યો આપઘાત

હળવદના માથક ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતી મહિલાના પતિએ બીજા લગ્ન કરેલ હોય તે મહિલાને ગમતું ન હતું અને તે બાબતે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થતો હતો જેથી મહિલાને મનોમન લાગી આવતા તેણે પોતાની જાતે વાડી પાસે આવેલ બાવળના ઝાડની ડાળી સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

મળતી વિગત પ્રમાણે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના માથક ગામે વાલજીભાઈ લાલજીભાઈ ગોહિલની વાડીએ રહીને મજૂરી કામ કરતા સીણુબેન દાદુડિયાભાઈ મોરી (28)એ વાડી પાસે આવેલ બાવળના ઝાડ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક મહિલાના પતિ દાદડીયાભાઈ મોરી (34) રહે. હાલ માથક મૂળ રહે. એમપી વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાના પતિએ બીજા લગ્ન કરેલ હોય જે મરણ જનારને ગમતું ન હતું અને બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થતો હતો જેથી મનોમન લાગી આવતા મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.




Latest News