મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલાશે: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ
Breaking news
Morbi Today

મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા સુદર્શન ક્રિયા, ધ્યાન, પ્રાણાયામ અને યોગ શિબિર, હેપ્પીનેસ પ્રોગ્રામનુ આયોજન


SHARE







મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા સુદર્શન ક્રિયા, ધ્યાન, પ્રાણાયામ અને યોગ શિબિર, હેપ્પીનેસ પ્રોગ્રામનુ આયોજન

હજારો વર્ષ જુની ભારતીય વૈદિક સંસ્કૃતિ આધારિત જીવનના દરેક રહસ્યોનો ઉકેલ એટલે સુદર્શન ક્રિયા, ધ્યાન, પ્રાણાયામ અને યોગ.સુદર્શન ક્રિયા એ એક શક્તિશાળી, લયબદ્ધ અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી શ્વાસ લેવાની પ્રક્રિયા છે. 'સુ' એટલે યોગ્ય, 'દર્શન' એટલે દ્રષ્ટિ અને 'ક્રિયા' એટલે શુદ્ધિકરણ. અર્થાત્ આ એક એવી શુદ્ધિકરણ પ્રક્રિયા છે જે શરીર, મન અને ભાવનાઓને એક લયમાં લાવીને આંતરિક શાંતિ આપે છે

જીવનમાં તણાવમાંથી મુક્તિ મેળવવા, સારી મીઠી ઊંઘની અનુભૂતિ કરવા, આનંદમાં વધારો કરવા, ભાવનાઓ પર નિયંત્રણ મેળવવા સાથે રોગ પ્રતિકારક શક્તિમા વધારો કરવા, ખુશ અને નિરોગી રહેવા આર્ટ ઓફ લિવિંગ દ્વારા તા.૧૯-૫ થી તા.૨૪-૫ બપોરે ૩ થી ૬ ફ્લોરા અક્ષર સોસાયટી શોપિંગ, બીજા માળે, કિંજલ બ્યુટી પાર્લર ઉપર, ડી-માર્ટ પાસે મોરબી-૨ ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. વધુ માહિતી માટે મનસુખભાઈ ભાલોડીયા મો.૯૭૨૭૭ ૧૫૫૫૧ અથવા નયનાબેન ભાલોડીયા મો.૯૯૨૫૧ ૦૮૪૨૨ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.






Latest News