મોરબીના પીપળી ગામ નજીક આવેલ અમરનાથ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ મહિલા સાહિત્ય છ પકડાયા મોરબીમાં ભાડા માટે મહિલા અને તેની સગીર દીકરી સાથે દુષ્કર્મના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં પોલીસનું કોમ્બીંગ: ગુનેગારોને ચેક કર્યા-ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં વાહન ચાલકો દંડાયા માળીયા (મી)ના મોટા દહીસરા નજીક બાઇક સ્લીપ થવાથી માથામાં હેમરેજ થતાં ઇજા પામેલા આધેડનું મોત મોરબીમાં રવાપર ચોકડી નજીક ગોડાઉનમાંથી ગોગો સ્ટીકના 10 બોક્સ સાથે આરોપીની ધરપકડ મોરબીના જૂની પીપળી ગામે વાડામાંથી એક ભેંસ-બે પાડીની ચોરી મોરબીના વોર્ડ નંબર-૬ ના કે.જી. તથા ધો.૧૨ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના મોટા પ્રસાદ મંદિર ખાતે શનિ મહારાજની જન્મ જયંતી શનિ જયંતીની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાં આઈપીએલની મેચ ઉપર જુગાર રમતા કુલ 3 શખ્સ પકડાયા: બેની શોધખોળ


SHARE











મોરબી-વાંકાનેરમાં આઈપીએલની મેચ ઉપર જુગાર રમતા કુલ 3 શખ્સ પકડાયા: બેની શોધખોળ

મોરબીમાં શારદા સોસાયટી નજીક આવેલ શોપિંગ સેન્ટરની પાછળના ભાગમાં આઈપીએલની મેચ ઉપર જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ત્યાં રેડ કરીને ક્રિકેટ મેચ ઉપર હાર જીતનો જુગાર રમતા બે શખ્સને રોકડા રૂપિયા, મોબાઇલ અને બાઇક મળીને 1.05 લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી લીધેલ છે અને જુગાર રમવા માટે આઈડી આપનારનું નામ સામે આવ્યું હોય ત્રણેય સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેરના નવાપરા નાકા પાસે નેશનલ હાઇવેના સર્વિસ રોડ આઈપીએલની મેચ ઉપર જુગાર રમતા એક શખ્સ પકડાયો છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શારદા સોસાયટીના નાકે કોહીનુર શોપિંગ સેન્ટરની પાછળના ભાગમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમી રહ્યા હોવાની હકીકત મળી હતી જેના આધારે ત્યાં પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી આઓપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા મોસીન ઉમેદભાઈ વલીયાણી (36) રહે. શારદા સોસાયટી મોરબી તથા જીગ્નેશભાઈ કાંતિભાઈ રામોલિયા (37) રહે. મહાવીર એપાર્ટમેન્ટ મોરબી વાળા મળી આવેલ હોય પોલીસે તેની પાસેથી 5,500 ની રોકડ, 40 હજાર રૂપિયાની કિંમતના 4 મોબાઈલ ફોન તેમજ 50 હજાર રૂપિયાની કિંમતનું બાઈક નંબર જીજે 21 ડીડી 5010 આમ કુલ મળીને 1,05,500 ની કિંમતનો મુદ્દામા કબજે કર્યો છે અને ક્રિકેટ મેચ ઉપર જુગાર રમવા માટે આઇડી આપનાર જયદીપ ઉર્ફે જલો રહે. મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે ત્રણેયની સામે ગુનો નોંધીને ત્રીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વાંકાનેરના નવાપરા નાકા પાસે નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર મહમંદઅલી હાલાના કબજા વાળા મોબાઈલ ફોન ઉપર વાતચીત કરીને આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર હાર જીતનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે 750 રૂપિયા રોકડા તથા 10 હજાર રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન આમ કુલ મળીને 10,700 ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપી મહમદઅલીભાઈ ઉર્ફે ગટીભાઇ સુમારભાઈ હાલા (42) રહે, મિલ પ્લોટ સત્યનારાયણ વાળી શેરી વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તે જેની સાથે મોબાઈલ ફોન ઉપર સોદા લખાવીને હાર જીતનો જુગાર રમતો હતો તેના મોબાઈલ નંબર સામે આવ્યા હોય બંને સામે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News