મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલાશે: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ
Breaking news
Morbi Today

મોરબી નવયુગ સાયન્સ સ્કૂલ અને જ્ઞાનમંજરી દ્વારા નિટના વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ સેમિનાર યોજાયો


SHARE







મોરબી નવયુગ સાયન્સ સ્કૂલ અને જ્ઞાનમંજરી દ્વારા નિટના વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ સેમિનાર યોજાયો
 
હાલની નિટના વિદ્યાર્થીઓની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવયુગ સાયન્સ સ્કૂલ અને જ્ઞાનમંજરી દ્વારા વિદ્યાર્થીઓના ઉત્સાહ અને આત્મવિશ્વાસને જાળવી રાખવા માટે રાજકોટના બેસ્ટ કાઉન્સેલર પ્રતિક કાછડીયા દ્વારા મોટીવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં આવેલ સ્થિતિને વિદ્યાર્થીઓ આફત નહીં... પરંતુ નવો અવસર મળ્યો છે.તેમજ આ વિરામ નહીં પરંતુ વિજય મેળવવા માટેની તૈયારીનો સમય છે.તેવા ઘણા ઉદાહરણો આપી વિદ્યાર્થીઓને રી-એકઝામ માટે મોટીવેટ કરવામાં આવ્યા હતા.
 
તેમજ નવી સુવર્ણ તક..નવી તૈયારી..નવા ઉત્સાહ સાથે તમારી મનગમતી કોલેજમાં એડમિશન મેળવી તમારા MBBS ના સ્વપ્નને સાકાર કરો.તેમજ પ્રતીકભાઈએ જણાવ્યું હતું કે તમે નસીબદાર છો કે આવી સ્કૂલ તમને મળી છે કે જે તમારો અભ્યાસ પૂરો થયા પછી પણ વિધાર્થીઓની ચિંતા કરે છે.આ સંસ્થા, તેના સંચાલક અને પ્રિન્સિપાલને અભિનંદન આપ્યા હતા.સેમિનાર પછી વિધાર્થીઓમાં અલગ જ પ્રકારની ચેતનાનો સંચાર થયો હતો અને નવા જોમ જુસ્સા સાથે વિધાર્થીઓ તૈયારીમાં લાગી જશે.નવયુગ અને જ્ઞાનમંજરીની ટીમ સાથે મળીને વધુ સારું પરિણામ આપશે તેવી આશા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન પી.ડી.કાંજીયાએ વ્યક્ત કરેલ છે.





Latest News