મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

મોરબીના જીતવા સિરામીકની ઓરડીમાં જુગાર રમતા પાંચ શખ્સો ૯.૦૧ લાખના મુદામાલ સાથે પકડાયા


SHARE

















મોરબીના જીતવા સિરામીકની ઓરડીમાં જુગાર રમતા પાંચ શખ્સો ૯.૦૧ લાખના મુદામાલ સાથે પકડાયા

મોરબી તાલુકાના બેલા ગામની સીમ પીપળીરોડ ઉપર લોડસ હોટલની બાજુમાં આવેલ ઓમાનો સિરામીકની બાજુમાં જીતવા સિરામીકની ઓરડીમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં જુગાર રમતા પાંચ ઇસમોને મળી આવ્યા હતા જેથી પોલીસે ,૦૧,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના યોગીરાજસિંહ જાડેજા તથા રવિરાજસિંહ ઝાલાને મળેલ ખાનગી બાતમી આધારે પીએસઆઈ ડી.વી.ડાંગર અને ટીમ દ્વારા જુગારની મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં લોડસ હોટલની બાજુમાં જીતવા સિરામીકની સંજયભાઇ ગણેશભાઇ વાધડીયા વાળાના કબ્જા ભોગવટાવાળી ઓરડીમાં રેડ કરી હતી ત્યારે જુગાર રમતા પાંચ ઇસમો મળી આવ્યા હતા જેથી પોલીસે સંજયભાઇ ગણેશભાઇ વાધડીયા (ઉ..૩૫) રહે. બોનીપાર્ક, ઉપમ ઉર્ફે ઉત્તમ રતિલાલ ઉર્ફે કેશવજીભાઇ કાચરોલા (ઉ.૨૫) રહે. ઉમા ટાઉનશીપ, સુરેશભાઇ બચુભાઇ અમૃતીયા (ઉ.૫૦) રહે. શનાળા રોડ સારસ્વત સોસાયટી, જયદીપભાઇ પ્રાગજીભાઇ આદ્રોજા (ઉ.૨૯) રહે. રવાપર રોડ, લક્ષ્મીનગર સોસાયટી અને પરસોત્તમભાઇ સવજીભાઇ ભોરણીયા (ઉ.૩૩) રહે. હરીઓમ પાર્ક, હળવદ રોડ, ઘુંટુ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ ૯,૦૧,૦૦૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરી હતી




Latest News