મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું મોરબીમાં નાની કેનાલ રોડ અને રવાપર ગામે જુદીજુદી જગ્યાએ જુગારની 2 રેડમાં 9 મહિલા સહિત કુલ 19 લોકો ઝડપાયા ટંકારાના લજાઈ ગામેથી એક્ટિવામાં પત્નીને બેસાડીને જડેશ્વર મેળામાં જતાં યુવાનને નડ્યો અકસ્માત: દંપતી સારવારમાં મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાં કતલખાને લઈ જવાતા 32 ઘેટાં, બકરા અને પાડાને બચાવ્યા: બે ગુના નોંધાયા મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં શ્રમિક યુવાન અને અણિયારી ગામે વૃદ્ધે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત ટંકારાના મોટા ખીજડીયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત:  મોરબીના જીકિયારી ગામે ઉલ્ટી-ઊબકા બાદ 9 વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા નજીક કારખાનામાં ગાડી ખાલી કરવા પહેલા સામસામે મારા મારી: હવે સામસામી ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના જિલ્લા કલેક્ટર તરીકે સ્વપ્નિલ ખરેએ ચાર્જ સંભાળ્યો


SHARE







મોરબીના જિલ્લા કલેક્ટર તરીકે સ્વપ્નિલ ખરેએ ચાર્જ સંભાળ્યો

મોરબી જિલ્લાના નવા કલેક્ટર તરીકે ૨૦૧૭ ની બેચના કર્મઠ આઈએએસ (IAS) અધિકારી સ્વપ્નિલ ખરેએ વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તાજેતરની બદલીઓમાં મોરબીના કલેક્ટર તરીકે સ્વપ્નિલ ખરેની નિમણૂક કરવામાં આવી છે. નવયુવાન અને અભ્યાસુ વ્યક્તિત્વ ધરાવતા સ્વપ્નિલ ખરેએ પદભાર સંભાળતાની સાથે જ જિલ્લાના સર્વાંગી વિકાસ માટેની પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

મૂળ મધ્યપ્રદેશના ભોપાલના વતની સ્વપ્નિલ ખરેએ દેશની પ્રતિષ્ઠિત સંસ્થા આઈ.આઈ.ટી. (IIT) દિલ્હી ખાતેથી સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેક ની પદવી પ્રાપ્ત કરી છે. અને વહીવટી સેવામાં જોડાયા બાદ તેઓએ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોબેશનર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ પાટણમાં ફરજ બજાવ્યા બાદ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી (DDO), રાજકોટ મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર અને ત્યાર પછી મોરબી મહાપાલિકાના કમિશનર તરીકે કામગીરી કરી હતી અને હવે મોરબી જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ સ્વપ્નિલ ખરેએ પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, જિલ્લામાં મહેસૂલી કામગીરી વધુ સુદ્રઢ અને ન્યાયિક રીતે થાય તે દિશામાં સક્રિય પ્રયાસો કરવામાં આવશે. વહીવટી તંત્રના તમામ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન સાધી કામગીરીમાં આદર્શ સમન્વય સ્થાપવામાં આવશે. તેમજ જિલ્લામાં ચાલી રહેલા વિકાસના કામો ગુણવત્તા સાથે ઝડપથી પૂર્ણ થાય તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે. મોરબી કલેક્ટર કચેરી ખાતે આગમન સમયે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી નવનિયુક્ત કલેક્ટરનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.




Latest News