મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

હળવદના ખોડ-અજીતગઢ ગામે દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 2250 લિટરઆથો-325 લિટર દેશી દારૂ ઝડપાયો


SHARE







હળવદના ખોડ-અજીતગઢ ગામે દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 2250 લિટર આથો-325 લિટર દેશી દારૂ ઝડપાયો

હળવદના ખોડ અને અજીતગઢ ગામની સીમમાં જુદીજુદી બે જગ્યાએ દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને 2250 લિટર આથો અને 325 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવેલ છે જેથી પોલીસે જુદાજુદા બે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદના ખોડ ગામની સીમમાં રામોદું નામે ઓળખાતા તળાવની પાળ નજીક દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે બાવળની કાંટમાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1650 લીટર આથો અને 325 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે સ્થળ ઉપરથી 1,06,250 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર કોઈ હાજર ન હોય હાલમાં અજાણ્યા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે

હળવદના અજીતગઢ ગામની સીમમાં રજની પ્રેમજી અગોલાની વાડી આવેલી છે અને ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 600 લીટર આખો મળી આવ્યો હતો જેથી પોલીસે 15,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સુનિલ જીવાભાઇ થરેસા (31) રહે. ભવાનીનગર ઢોરો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાડીના કબજેદાર રજની પ્રેમજી અગોલા સહિત બે શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

એક બોટલ દારૂ સાથે પકડાયો

મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 750 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે બાલાભાઈ માલાભાઇ પાટડીયા (25) રહે. કુબેર ટોકીઝ પાછળ મફતિયુંપરુ મોરબી વાળાની ધરપકડ કરી છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News