મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના ખોડ-અજીતગઢ ગામે દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 2250 લિટરઆથો-325 લિટર દેશી દારૂ ઝડપાયો


SHARE









હળવદના ખોડ-અજીતગઢ ગામે દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 2250 લિટર આથો-325 લિટર દેશી દારૂ ઝડપાયો

હળવદના ખોડ અને અજીતગઢ ગામની સીમમાં જુદીજુદી બે જગ્યાએ દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને 2250 લિટર આથો અને 325 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવેલ છે જેથી પોલીસે જુદાજુદા બે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદના ખોડ ગામની સીમમાં રામોદું નામે ઓળખાતા તળાવની પાળ નજીક દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે બાવળની કાંટમાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1650 લીટર આથો અને 325 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે સ્થળ ઉપરથી 1,06,250 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર કોઈ હાજર ન હોય હાલમાં અજાણ્યા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના અજીતગઢ ગામની સીમમાં રજની પ્રેમજી અગોલાની વાડી આવેલી છે અને ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 600 લીટર આખો મળી આવ્યો હતો જેથી પોલીસે 15,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સુનિલ જીવાભાઇ થરેસા (31) રહે. ભવાનીનગર ઢોરો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાડીના કબજેદાર રજની પ્રેમજી અગોલા સહિત બે શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

એક બોટલ દારૂ સાથે પકડાયો

મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 750 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે બાલાભાઈ માલાભાઇ પાટડીયા (25) રહે. કુબેર ટોકીઝ પાછળ મફતિયુંપરુ મોરબી વાળાની ધરપકડ કરી છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે




Latest News