વાંકાનેરના વિઠલપર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો
હળવદના નવા ધનાળા પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: ગુનો નોંધાયો
SHARE









હળવદના નવા ધનાળા પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: ગુનો નોંધાયો
હળવદ માળીયા હાઈવે ઉપર નવા ધનાળા ગામના પાટિયા પાસે કાર ચાલકે અજાણ્યા ટ્રેલરની પાછળ તેની કારમાં ઘૂસડી દીધી હતી જેથી કરીને કારના ડ્રાઈવર સહિત તેમાં બેઠેલા અન્ય બે વ્યક્તિઓને પણ ઈજાઓ થઈ હતી અને સારવાર દરમિયાન કાર ચાલકનું મૃત્યુ નિપજ્યું છે. જેથી કરીને કારમાં બેઠેલા અન્ય વ્યક્તિની ફરિયાદ લઈને પોલીસે આ બનાવમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે ગાંધીધામના સેકટર-૫ માં રહેતાં મોહનસિંગ બિહારીલાલ અહિરપાલ જાતે પ્રજાપતિ (ઉમર ૪૩)એ મહેશભાઈ મહાવીર વિશ્વકર્મા રહે. બિહાર વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા ૧૭/૧૨ ના રોજ આરોપીની મહેન્દ્ર કંપનીની કાર નંબર જીજે ૧૨ એવાય ૭૮૫૯ માં ફરિયાદી તેમજ તેની સાથે ચંદનભાઈ બેસીને જઈ રહ્યા હતા ત્યારે હળવદ માળીયા હાઈવે ઉપર નવા ધનાળા ગામના પાટિયા પાસે આરોપી મહેશભાઈએ પોતાના હવાલા વાળી કાર આગળ જઈ રહેલા અજાણ્યા ટ્રેલરની પાછળ ઘૂસડી દીધી હતી જેથી કરીને મોહનસિંગ તેમજ ચંદનભાઈને શરીરે નાનીમોટી ઈજાઓ થઈ હતી તેમજ આરોપી મહેશભાઈને પેટના ભાગે માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે હાલમાં હળવદ તાલુકા પોલીસે અકસ્માતના આ બનાવની ફરિયાદ લઈને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
