મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારાના અમરાપર રોડે રિક્ષા ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE









ટંકારાના અમરાપર રોડે રિક્ષા ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત

ટંકારાના અમરાપર રોડ ઉપર આવેલ એચ.પી. પોટરી ફાર્મ પાસેથી પસાર થઈ રહેલ બાઈકને રિક્ષાના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઇક ચાલક યુવાનને માથા તથા શરીરે ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવો સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારાના નવા અમરાપર ગામે રહેતા કમળાબેન અરવિંદભાઈ મકવાણા (44)એ હાલમાં રિક્ષા નંબર જીજે 3 બીયું 8635 ના ચાલક યાકુબભાઇ અલીભાઇ બાદી રહે. અમરાપર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારાના અમરાપર રોડ ઉપર આવેલ એચપી પોટરી ફાર્મ પાસેથી તેઓના પતિ અરવિંદભાઈ છગનભાઈ મકવાણા પોતાનું બાઈક નંબર જીજે 3 બીડી 8950 લઈને ટંકારાથી અમરાપર તરફ આવી રહ્યા હતા દરમિયાન રીક્ષા ચાલકે તેઓના બાઇકને હડફેટ લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના પતિને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News