મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

અપમૃત્યુના બે બનાવ: મોરબીમાં બેભાન થયા બાદ વૃદ્ધા અને સિંધાવદરમાં બેભાન થયા પછી યુવાનનું મોત


SHARE









અપમૃત્યુના બે બનાવ: મોરબીમાં બેભાન થયા બાદ વૃદ્ધા અને સિંધાવદરમાં બેભાન થયા પછી યુવાનનું મોત

મોરબીના વીસીપરા વિસ્તારમાં મહાકાળી ઓઇલ મીલની પાછળના ભાગમાં રહેતા વૃદ્ધા કોઈ કારણોસર બેભાન થઈ ગયા હતા જેથી તેઓને સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજ્યું છે જ્યારે વાંકાનેરના સિંધાવદર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતો યુવાન કોઈ કારણોસર બેભાન થઈ ગયો હતો જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું છે.

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મહાકાળી ઓઇલ મિલની પાછળના ભાગમાં રહેતા લીલાબેન લાભુભાઈ મોરવાડિયા (78) નામના વૃદ્ધા પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈપણ કારણોસર તેઓ બેભાન થઈ ગયા હતા જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યારબાદ તેઓને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજયું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં વાંકાનેરના સિંધાવદર ગામની સીમમાં યુસુફભાઈ પરાસરાની વાડીએ રહીને મજૂરી કામ કરતા વીરદાસિંહ નગાસિંહ રાવત (45) નામનો યુવાન વાડીએ હતો ત્યારે કોઈપણ કારણોસર તે બેભાન થઈ ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મૃતકના પરિવારજન ટીલસિંહ માનસિંહ રાવત (55) રહે. હાલ સિંધાવદર ગામ યુસુફભાઈ પરાસરાની વાડીએ વાંકાનેર મૂળ રહે. રાજસ્થાન વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ ખાતે જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News