મોરબીના અંદરણા ગામ પાસે રેઢી પડેલી કારમાંથી દારૂની 960 બોટલ ઝડપાઈ: 3.76 લાખનો મુદ્દામાલ કબજે મોરબીમાં રહેતી હળવદની યુવતી ઉપર બે સંતાનોના પિતા દ્વારા દુષ્કર્મ, આરોપીની ધરપકડ માળીયા મીયાણાના નાના દહીસરા ગામે મંદિરમાંથી ચાંદીના 13 છતરની ચોરી વાંકાનેરમાં ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટ લેતા અકસ્માત બંને ઇજાગ્રસ્તનો સારવારમાં મોરબીમાં જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિ પકડાયા હળવદના જુના દેવળીયા ગામે ઝૂંપડામાંથી દારૂની નાની મોટી 985 બોટલ દારૂ સાથે એક પકડાયો, દારૂ આપનારની શોધખોળ મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડ વેચવાના ગુનામાં પકડાયેલ ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી મહાપાલિકામાંથી વિવિધ દાખલા કઢાવવા માટે ઝોન વાઈઝ કામગીરી શરૂ કરવા કોંગ્રેસની માંગ
Breaking news
Morbi Today

હળવદના સાપકડા ગામનો બનાવ: દીકરાએ પિતાને કામ ધંધો કરવાનું કહેતા દંપતી વચ્ચે થયેલ ઝઘડા બાદ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત


SHARE











હળવદના સાપકડા ગામનો બનાવ: દીકરાએ પિતાને કામ ધંધો કરવાનું કહેતા દંપતી વચ્ચે થયેલ ઝઘડા બાદ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત

હળવદના સાપકડા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનને તેના દીકરાએ કામ ધંધો કરવા માટે થઈને કહ્યું હતું ત્યાર બાદ તે બાબતે દંપતિ વચ્ચે બોલાચલી ઝઘડો થયો હતો જેથી મહિલાને મનોમન લાગી આવતા મહિલા ઝેરી દવા પી ગઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ હળવદના વેગડવાવ ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાં હિતેન્દ્રસિંહ ગોહિલની વાડીએ રહીને મજૂરીકામ કરતા હંસાબેન દિલીપભાઈ કામલપરા (40) નામની મહિલાએ વાડીએ હતી ત્યારે ગત તા. 13/5 ના રોજ બપોરે દોઢ વાગ્યાના અરસામાં જંતુનાશક દવા પી લીધી હતી જેથી ઝેરી દવા પી ગયેલ મહિલાને તાત્કાલિક સારવાર માટે ધાંગધ્રાની હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું છે જેથી આ બનાવની મૃતક મહિલાના દીકરા મેહુલભાઈ દિલીપભાઈ કામલપરા (21) રહે. હાલ સાપકડા વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાના પતિ કામ ધંધો કરતા ન હતા જેથી તેના દીકરા આનંદે મૃતક મહિલાના પતિને કામ ધંધો કરવા માટે કહ્યું હતું અને તે બાબતે દંપતિ વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો જેથી કરીને મૃતક મહિલાને લાગી આવતા તેણે ઝેરી દવા પી લીધી હતી જેથી તે મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજયું છે.






Latest News