મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેર જુના ઝઘડામાં અલ્તાફ પર રાજુ રબારી સહિતનાનો ધારીયા-પાઇપથી હુમલો


SHARE









વાંકાનેર જુના ઝઘડામાં અલ્તાફ પર રાજુ રબારી સહિતનાનો ધારીયા-પાઇપથી હુમલો

 

ઈજાગ્રસ્તને રાજકોટ સિવિલમાં દાખલ કરાયો, બાઈક પર બેઠો હતો ત્યારે રિક્ષાથી ઠોકરે લીધાનો પણ આક્ષેપ


વાંકાનેર જુના ઝઘડામાં અલ્તાફ પર રાજુ રબારી સહિતનાએ ધારીયા-પાઇપથી હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્તને રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો. બાઈક પર બેઠો હતો ત્યારે રિક્ષાથી ઠોકરે લીધાનો પણ આક્ષેપ કરાયો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, અલ્તાફ અબ્દુલભાઇ મુંડે (ઉંમર વર્ષ 35, રહે. રેલવે સ્ટેશન પાછળ, શક્તિ પ્લોટ વાંકાનેર) ગઈકાલે રાત્રે 8:30 વાગ્યે આસપાસ પોતાના ઘર પાસે બાઈક ઉપર બેઠો હતો ત્યારે સામેવાળા રાજુ રબારી તેમજ ગોપાલ અને તેની સાથેના અજાણ્યા શખ્સો રીક્ષા લઈને આવ્યા હતા અને ધારીયા અને પાઇપ વડે હુમલો કરતા માથે અને શરીરે ઇજા થઈ હતી. તેને પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો.

અલ્તાફ અને તેમના પરિવારજનોએ જણાવ્યા મુજબ, જૂની અદાવત ચાલી રહી છે. જેમાં અગાઉ પોલીસ કેસ પણ થયા હતા. અલ્તાફ એક ભાઈ અને એક બેનમાં મોટો છે અને કુંવારો છે. તે રાત્રે ઘર પાસે બાઈક ઉપર બેઠો હતો ત્યારે રીક્ષામાં આવેલા આરોપીઓએ બાઇકને ઠોકરે લીધું હતું અને બાદમાં ધારીયા અને પાઇપથી હુમલો કરી દીધો હતો. વાંકાનેર સિટી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે




Latest News