મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

હળવદના નવા ધનાળા પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: ગુનો નોંધાયો


SHARE









હળવદના નવા ધનાળા પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: ગુનો નોંધાયો

હળવદ માળીયા હાઈવે ઉપર નવા ધનાળા ગામના પાટિયા પાસે કાર ચાલકે અજાણ્યા ટ્રેલરની પાછળ તેની કારમાં ઘૂસડી દીધી હતી જેથી કરીને કારના ડ્રાઈવર સહિત તેમાં બેઠેલા અન્ય બે વ્યક્તિઓને પણ ઈજાઓ થઈ હતી અને સારવાર દરમિયાન કાર ચાલકનું મૃત્યુ નિપજ્યું છે. જેથી કરીને કારમાં બેઠેલા અન્ય વ્યક્તિની ફરિયાદ લઈને પોલીસે આ બનાવમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે ગાંધીધામના સેકટર-૫ માં રહેતાં મોહનસિંગ બિહારીલાલ અહિરપાલ જાતે પ્રજાપતિ (ઉમર ૪૩)એ મહેશભાઈ મહાવીર વિશ્વકર્મા રહે. બિહાર વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા ૧૭/૧૨ ના રોજ આરોપીની મહેન્દ્ર કંપનીની કાર નંબર જીજે ૧૨ એવાય ૭૮૫૯ માં ફરિયાદી તેમજ તેની સાથે ચંદનભાઈ બેસીને જઈ રહ્યા હતા ત્યારે હળવદ માળીયા હાઈવે ઉપર નવા ધનાળા ગામના પાટિયા પાસે આરોપી મહેશભાઈએ પોતાના હવાલા વાળી કાર આગળ જઈ રહેલા અજાણ્યા ટ્રેલરની પાછળ ઘૂસડી દીધી હતી જેથી કરીને મોહનસિંગ તેમજ ચંદનભાઈને શરીરે નાનીમોટી ઈજાઓ થઈ હતી તેમજ આરોપી મહેશભાઈને પેટના ભાગે માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે હાલમાં હળવદ તાલુકા પોલીસે અકસ્માતના આ બનાવની ફરિયાદ લઈને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News