હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૬-૨૭ ના વાર્ષિક ઋણ આયોજન (ACP) નું વિમોચન કરાયું


SHARE









મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૬-૨૭ ના વાર્ષિક ઋણ આયોજન (ACP) નું વિમોચન કરાયું

મોરબી જિલ્લાના આર્થિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાના હેતુથી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૬-૨૭ માટેના વાર્ષિક ઋણ આયોજન (Annual Credit Plan - ACP) નું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર અને બેંકિંગ ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિવિધ ક્ષેત્રોના લક્ષ્યાંકો નિર્ધારિત કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન જિલ્લામાં કૃષિ, એમએસએમઈ (MSME), શિક્ષણ, હાઉસિંગ તથા અન્ય અગ્રતા ધરાવતા ક્ષેત્રોમાં બેંકિંગ સેક્ટર દ્વારા વધુમાં વધુ ધિરાણ પૂરું પાડવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ ઉપસ્થિત તમામ બેંકર્સને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, બેંકોએ સરકારની વિવિધ જનકલ્યાણકારી અને સ્વરોજગારલક્ષી યોજનાઓ હેઠળ સામાન્ય અને જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી સરળતાથી ધિરાણ પહોંચે તે માટે સકારાત્મક અભિગમ દાખવવો જોઈએ. જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગરે ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત કરવા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના વિકાસ તથા મહિલા સશક્તિકરણ અને સ્વરોજગારી આધારિત પ્રવૃત્તિઓમાં બેંકોની ભૂમિકા ખૂબ જ સક્રિય હોવી અનિવાર્ય છે. સક્ષમ ધિરાણ વ્યવસ્થા થકી જ છેવાડાના નાગરિકો આર્થિક રીતે પગભર બની શકશે. આ વેળાએ વાર્ષિક ઋણ આયોજનના લક્ષ્યાંકોને સમયસર સિદ્ધ કરવા માટે સંકલ્પબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, લીડ બેંક મેનેજર સાકીર છીપા, નાબાર્ડ મોરબીના અધિકારી આદિત્ય નિકમ, વિવિધ બેંકોના વરિષ્ઠ અધિકારીઓ તેમજ સંબંધિત સરકારી વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News