મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારામાં આવેલ શ્રીરામ સેલ્સ એજન્સી નામની દુકાનમાંથી 53 હજારથી વધુની કિંમતના તમાકુના ડબ્બાની ચોરી


SHARE









ટંકારામાં આવેલ શ્રીરામ સેલ્સ એજન્સી નામની દુકાનમાંથી 53 હજારથી વધુની કિંમતના તમાકુના ડબ્બાની ચોરી

ટંકારામાં આવેલ પનારા ચેમ્બરમાં શ્રીરામ સેલ્સ એજન્સી નામની દુકાન આવેલી છે અને તે દુકાનના તાળા તોડીને દુકાનમાંથી તમાકુના કાર્ટુનની ચોરી કરવામાં આવેલ છે જેથી 53,920 ની કિંમતની તમાકુની ચોરી થઈ હોવાની હાલમાં દુકાનદારે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારાની દયાનંદનગર સોસાયટી શેરી નં.1 માં રહેતા હિતેશભાઈ રમેશભાઈ ભટાસણા (40)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્વિફ્ટ કારમાં આવેલા અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 17/5 ના વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં અજાણ્યો શખ્સ સ્વિફ્ટ ગાડી લઈને ટંકારામાં આવેલ પનારા ચેમ્બર દુકાન નં. 14 ખાતે આવેલ ફરીયાદીની શ્રી રામ સેલ્સ એજન્સી નામની દુકાન પાસે આવ્યો હતો અને ત્યાં દુકાનના શટરના તાળા તોડીને દુકાનની અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી બાગબાન તમાકુના કાર્ટુન જેમાં 16 નંગ ડબા તમાકુના હતા તેની કિંમત 53,920 થાય છે તેની ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News