મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના આંબેડકરનગરમાં નજીવી વાતમાં મારામારી: હવે સામસામી ફરિયાદ


SHARE









વાંકાનેરના આંબેડકરનગરમાં નજીવી વાતમાં મારામારી: હવે સામસામી ફરિયાદ

વાંકાનેરના આંબેડકરનગર શેરી નં.3માં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં બંને પક્ષેથી ઈજા પામેલ લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર શહેરમાં આવેલ આંબેડકરનગર શેરી નં.3 માં રહેતા ભરતભાઈ મગનભાઈ બોસિયા (37)એ મનીષ મૂળજીભાઈ બોસિયા, હિતેશ મૂળજીભાઈ બોસિયા, ગીતાબેન મનીષભાઈ બોસિયા, ક્રિષ્નાબેન મનીષભાઈ બોસિયા અને પુરીબેન મૂળજીભાઈ બોસિયા રહે. બધા આંબેડકર નગર વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી થોડા સમયથી રાજકોટથી વાંકાનેરના આંબેડકરનગરમાં આરોપીઓના ઘર નજીક રહેવા માટે આવેલ છે જેથી આરોપીઓને સારું નહીં લાગતા આરોપીઓએ એક સંપ કરીને લાકડાના ધોકા વડે ફરિયાદીને હાથે પગે માર માર્યો હતો જ્યારે ગીતાબેન અને ક્રિષ્નાબેન સાહેદ રાધાબેનને લાકડાના ધોકા વડે શરીરે અને પગના ભાગે મારમારીને ઇજા કરેલ છે અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે સામેપક્ષેથી આંબેડકરનગર શેરી નં.3 માં રહેતા ગીતાબેન મનીષભાઈ બોસિયા (40)એ ભરતભાઈ મગનભાઈ બોસિયા, રાધાબેન ભરતભાઈ બોસિયા, નિલેશ મગનભાઈ બોસિયા, મીનાબેન નિલેશભાઈ બોસિયા અને જબુબેન મગનભાઈ બોસિયા રહે. બધા આંબેડકર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીના દિયર હિતેશભાઈને આરોપી ભરતભાઈ સાથે થોડા દિવસો પહેલા બોલાચાલી થયેલ હતી તે બાબતનો ખાર રાખીને આરોપીઓએ એક સંપ કરીને ગીતાબેનને માથાના ભાગે લોખંડનો પાઇપ મારીને લોહી નીકળે તેવી ઇજા કરી હતી જ્યારે બાકીના આરોપીઓએ જેમ ફાવે તેમ ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી મારામારીના આ બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે સામસામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News