મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને યુવાનની રિક્ષાને કારથી ટક્કર મારીને પાંચ શખ્સોએ ધારિયા-પાઇપ વડે કર્યો હુમલો


SHARE









વાંકાનેરમાં અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને યુવાનની રિક્ષાને કારથી ટક્કર મારીને પાંચ શખ્સોએ ધારિયા-પાઇપ વડે કર્યો હુમલો

વાંકાનેરના શક્તિપરા હસનપરા તરફ જવાના રસ્તા ઉપર આવેલ ઝાંપા પાસેથી યુવાને તેની રિક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અગાઉ કરેલી ફરિયાદનો ખાર રાખીને કારમાં આવેલા ત્રણ દ્વારા રીક્ષાને ઠોકર મારીને રીક્ષા રોડ સાઈડમાં નીચે પછાડી દેવામાં આવી હતી ત્યારબાદ યુવાન ઉપર ધારિયા અને પાઇપ વડે હુમલો કરીને તેને માર મારવામાં આવ્યો હતો તથા પાછળથી બે શખ્સો બાઈક લઈને આવ્યા હતા આમ કુલ પાંચ શખ્સો દ્વારા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી ઇજા પામેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ વાંકાનેરના શક્તિપરા હસનપરના રહેવાસી અને હાલમાં રાજકોટમાં ભાવનગર રોડ ઉપર આવેલ ગંજીવાડા વિસ્તારમાં જે.ડી.હોટલ પાસે રહેતા ઈકબાલભાઈ ઉર્ફે અલ્તાફ અબ્દુલભાઈ મુંડે (32)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે રાજુભાઈ હિતેશભાઈ રબારી રહે. મોરબી ગોપાલભાઈ રામજીભાઈ રબારી અને શૈલેષભાઈ રામજીભાઈ રબારી રહે. બંને મકનસર તથા 2 અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગોપાલભાઈ અને શૈલેષભાઈ સાથે ફરિયાદીને અગાઉ ઝઘડો થયેલ હતો અને તેની ફરિયાદ કરી હતી તે બાબતનો ખાર રાખીને રાજુભાઈ, ગોપાલભાઈ અને શૈલેષભાઈ કાર લઈને ફરિયાદીની રીક્ષા નંબર જીજે 2 એક્સ એક્સ 6311 ની સામે આવ્યા હતા અને જાણી જોઈને અકસ્માત કરવાના ઇરાદે રીક્ષાને ઠોકર મારી ફરિયાદીની રીક્ષા રોડ નીચે પછાડી દીધી હતી અને રાજુભાઈએ ધારિયા થી હુમલો કરીને ફરિયાદીને જમણા હાથ અને ચહેરા ઉપર માર મારીને ઇજા કરી હતી જ્યારે ગોપાલભાઈ અને શૈલેષભાઈએ પાઇપ વડે ફરિયાદી માર મારીને ગાળો આપી હતી તેમજ બાકીના બે આરોપીઓ ત્યાં બાઇકમાં આવ્યા હતા અને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી તેમજ તમામ  આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News