મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

હળવદના ગોલાસણ ગામે ઘરમાં જુગાર રમતા બે મહિલા સહિત 6 પકડાયા


SHARE





હળવદના ગોલાસણ ગામે ઘરમાં જુગાર રમતા બે મહિલા સહિત 6 પકડાયા

હળવદના ગોલાસણ ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી બે મહિલા સહિત કુલ 6 વ્યક્તિ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 62,300 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગોલાસણ ગામે રહેતા ટીનાબેન રાયધનભાઈ ખાંભળીયાના મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઘરધણી ટીનાબેન રાયધનભાઈ ખાંભળીયા તથા મીનાબેન મનસુખભાઈ બોરાણીયા રહે. બાવળી ધાંગધ્રા તેમજ મનસુખભાઈ હીરાભાઈ બોરાણીયા રહે. બાવળી ધાંગધ્રા, સંજયભાઈ ગેલાભાઈ ખાંભળીયા રહે. ગોલાસણ, જયંતીભાઈ કેશાભાઈ વરાણીયા રહે. જુના ઇસનપુર અને દીપકભાઈ કેસાભાઈ વરાણીયા રહે. જુના ઇસનપુર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 62,300 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News