મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને સસરા-પુત્રવધૂને એક શખ્સે માર માર્યો: મારી નાખવાની ધમકી


SHARE









ટંકારાના સજનપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને સસરા-પુત્રવધૂને એક શખ્સે માર માર્યો: મારી નાખવાની ધમકી

ટંકારાના સજનપર ગામે એકાદ મહિના પહેલા ધાર્મિક વિધિના કાર્ય બાબતે બોલાચલી ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને મહિલા અને તેના સસરા વાડીએ હતા ત્યારે સામે વાળા શખ્સે ત્યાં આવીને લાકડાના ધોકા વડે મહિલાના સસરાને શરીરે માર મારીને ફ્રેક્ચર જેવી ઈજા કરી હતી તથા મહિલા અને તેના સસરાને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારાના સજનપર ગામે રહેતા અંજનાબેન ગોપાલભાઈ ધોળકિયા (32)એ હાલમાં નરસીભાઈ વાલજીભાઈ ધોળકિયા રહે. સજનપર વાળાની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના સસરા અને આરોપીને એકાદ મહિના પહેલા ધાર્મિક વિધિના કાર્ય બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને આરોપીએ ફરિયાદીની વાડીએ આવીને પોતાના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે ફરિયાદીના સસરાને માર મારીને ડાબા હાથમાં ફેક્ચર જેવી ઇજા કરી હતી તેમજ શરીરે ઇજા કરી હતી અને ફરિયાદી તથા તેના સસરાને જેમ ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ મહિલા દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News