તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં સલૂનમાં વાળ કપાવા બાબતે પિતા-પુત્રને માર મારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં સલૂનમાં વાળ કપાવા બાબતે પિતા-પુત્રને માર મારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ

મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલ અશોક હેર સલૂન નામની દુકાનમાં વાળ કપાવવા માટે આવેલ શખ્સે વારો લેવા બાબતે દુકાનદાર તથા તેના પિતા સાથે ઝઘડો કર્યો હતો અને ત્યાર બાદ બે શખ્સો દુકાને આવ્યા હતા અને દુકાનદારને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને તેના વિડીયો વાયરલ થયા બાદ ગુનો નોંધાયો હતો જે ગુનામાં પોલીસે બંને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી.

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ આનંદનગરમાં રહેતા પ્રશાંતભાઈ અશોકભાઈ લાંઘણોજા (25)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્યારૂ દાદુભાઇ પરમાર રહે. દલવાડી સર્કલ મોરબી તથા આકાશ નામનો શખ્સ આમ કુલ બે શખ્સોની સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, ગત તા. 13/5 ના રાત્રીના નવે વાગ્યાના અરસામાં પ્યારૂ પરમાર ફરિયાદીની દુકાને વાળ કપાવવા માટે થઈને આવ્યો હતો અને ત્યારે વાળ કાપવામાં વારો લેવા બાબતે દુકાનદાર સાથે માથાકૂટ કરી હતી અને ત્યારબાદ બંને આરોપીઓ ફરી પાછા ફરિયાદીની દુકાને આવ્યા હતા અને ત્યાં વાળ કાપવાના વારા બાબતે ઝઘડો કર્યો હતો અને દુકાનદાર તથા તેના પિતાને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ફરિયાદી તેમજ તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ત્યાર બાદ પોલીસે ભોગ બનેલા દુકાનદારની ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પોલીસે આરોપી પ્યારૂ દાદુભાઇ પરમાર (45) તથા આકાશ ધનસુખભાઈ ખરાડી (28) રહે. બંને દલવાડી સર્કલ મોરબી વાળાની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.




Latest News