મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી મનપાની ફૂડ શાખાએ 50 જગ્યાએ કર્યું ચેકિંગ: 15 વેપારીઓને ફટકારી નોટીસ


SHARE









મોરબી મનપાની ફૂડ શાખાએ 50 જગ્યાએ કર્યું ચેકિંગ: 15 વેપારીઓને ફટકારી નોટીસ

મોરબી મનપાની ફૂડ શાખા દ્વારા સમયાંતરે જુદાજુદા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવે છે તેવી જ રીતે હાલમાં 50 જેટલી જગ્યાએ ખાદ્ય  સામગ્રીઓને ચેક કરવામાં આવી હતી અને એક કે બે નહીં પરંતુ લોકોના આરોગ્ય સાથ ચેડા કરતાં હોય તેવા 15 વેપારીઓને નોટિસ આપવામાં આવેલ છે.

મોરબી મનપાના ફૂડસેફટી ઇન્સ્પેકટરે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, શહેરના વિવિધ રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર સહીત કૂલ 50 જગ્યાએ સઘન ચેકીગ કર્યું હતું દરમ્યાન જે જગ્યાએ ગંભીર બેદરકારી દેખાઈ હતી તેવા 15 વેપારીઓને નોટીસ ફટકારવામાં આવી છે અને કેટલીક જગ્યાએથી વાસી ખોરાક અને અખાદ્ય ખોરાકનો નાશ પણ કરવામાં આવેલ છે. વધુમાં જણાવ્યુ હતું કે, રવાપર રોડ કેપિટલ માર્કેટ પર આવેલા કેફે ચોકો ક્રેઝમાંથી વાસી કેકનો નાશ કરાયો હતો અને ધ ઘૂઘરા હાઉસમાંથી એક્ષ્પારી તારીખ નાખેલ ન હોઈ તેવો ખાદ્ય પદાર્થ મળી આવ્યો હતો તેમજ ફૂડ કલરનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવેલ છે. આ ઉપરાંત શનાળા રોડ પર આવેલા સ્પાઈસી હંટ, શુભ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કર્યું હતું અને માધવ હોટેલમાંથી વાસી મન્ચુરિયન, ગ્રેવિ, વાસી શાક મળી આવતા તેનો નાશ કર્યો છે તેવી જ રીતે માધવ દાબેલી, અન્નપુર્ણા નાસ્તા, પોપસ્ટિક વોફલ, પટેલ તાવો તેમજ શ્રી રામ ઘૂઘરામાંથી આશરે 10 કિલો છાપેલ ન્યુજ પેપરનો નાશ કર્યો છે.




Latest News