મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના જુના દેવળીયા ગામે ઝૂંપડામાંથી દારૂની નાની મોટી 985 બોટલ દારૂ સાથે એક પકડાયો, દારૂ આપનારની શોધખોળ


SHARE









હળવદના જુના દેવળીયા ગામે ઝૂંપડામાંથી દારૂની નાની મોટી 985 બોટલ દારૂ સાથે એક પકડાયો, દારૂ આપનારની શોધખોળ

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે ચરાડવા રોડ ઉપર આવેલ ઝૂંપડામાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની મોટી કુલ મળીને 985 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 2,19,150 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે જોકે, આ શખ્સે દારૂનો જથ્થો જેની પાસેથી મેળવ્યો હતો તેનું નામ પણ સામે આવ્યું હોય બે શખ્સો સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે ચરડવા રોડ ઉપર સંધિવાસની સામેના ભાગમાં ઝૂંપડામાં રહેતા વિઠ્ઠલભાઈ રાઠવાના કબજામાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી કુલ મળીને 985 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 2,19,150 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી વિઠ્ઠલભાઈ રમણભાઈ રાઠવા (39) રહે. હાલ જુના દેવળીયા ચરાડવા રોડ સંધિવાસ સામે તાલુકો હળવદ મૂળ રહે છોટા ઉદેપુર વાળાની ધરપકડ કરે છે અને તેની પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તેણે ઇમરાન કરીમભાઈ સંધવાણી રહે. જુના દેવળીયા તાલુકો હળવદ વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા બંને સામે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News