હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડ વેચવાના ગુનામાં પકડાયેલ ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE





મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડ વેચવાના ગુનામાં પકડાયેલ ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડનું વેચાણ કરવામાં આવતું હોવાનો વર્ષ ૨૦૧૧ માં સીટી પોલીસ સ્ટેશન ખાતે ૫ શખ્સોની સામે ગુનો નોંધાયો હતો જે કેસમાં આરોપીઓના વકીલોએ  કરેલી દલીલોને ધ્યાને રાખીને કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા માટે આદેશ કર્યો છે.

આ બનાવની ટુંકમાં વિગત એવી છે કે મોરબી સીટી પોલીસ સ્ટેશનમાં તા. ૩૦/૧૨/૨૦૧૧ ના રોજ ફરીયાદી મનીષભાઈ બાબુભાઈ સોરઠીયાએ આરોપીઓ હીતેષભાઈ પ્રભુભાઈ જાલરીયા, ચંદ્રેશ રામજીભાઈ બગથરીયા, ઈમરાન હસનભાઈ બોધાણી, જીતેન્દ્ર હસમુખભાઈ મહેતા અને હીરાલાલ લખમણભાઈ કંઝારીયા સામે આઈ.પી.સી. કલમ ૧૧૯, ૪૯૫, ૪૬૭, ૪૯૮, ૪૭૧, ૧૧૪ મુજબ ફરિયાદ કરી હતી જેમાં ફરીયાદીએ આરોપી હીતેષભાઈ પ્રભુભાઈ જાલરીયાની એરસેલ મોબાઈલ સીમકાર્ડ કંપનીએ એકસ એન ચેનલના નામની ડીસ્ટ્રીબ્યુટરની ઓફીસ ધરાવતા હોય અને આરોપી ચંદ્રેશ રામજીભાઈ બગથરીયાના એ એરસેલ કંપનીના પીપેડ સેલ્સ રીપેઝટેટીવ હોય તથા આરોપી ઈમરાન હસનભાઈ બોધાણીનાઓ સીમકાર્ડ ખરીદનાર છે. આ કામના ફરીયાદીએ આ કામના આરોપીઓ પાસેથી કયારેય કોઈ સીમકાર્ડ ખરીદેલ ન હોવા છતાં આરોપીઓ એનકેન પ્રકારે ફરિયાદીના આઈ.ડી. પુફ ચુટણી કાર્ડની ઝેરોક્ષ નકલ તથા ફોટા અનઅધીકૃત રીતે મેળવી ગુજરાત સેલ્સ નામના રીટેલરના ખોટા સીકકા કસ્ટમરી એપ્લીકેશન ફોમમાં આરોપી જીતેન્દ્ર હસમુખભાઈ મહેતાના એ જીતેન્દ્ર ડેરી નામના એરસેલ કંપનીના રીટેલર હોય આરોપી જીતેન્દ્ર હસમુખભાઈ મહેતા અને હીરાલાલ લખમણભાઈ કંઝારીયાએ આરોપી હીતેષભાઈ પ્રભુભાઈ જાલરીયાની ઓફીસમાં નોકરી કરતા હતા, ત્યારે આ કામના ફરીયાદીના નામના (સી.ઈ.એફ) કસ્ટમર એપ્લીકેશન ફોમ ભરી તેના નામની ખોટી સહીઓ તેના સાચી તરીકે ઉપયોગ કરી એકબીજાને મદદગારી કરી હતી જેથી આરોપીઓની ધરપકડ કરી હતી અને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી ત્યાર બાદ મોરબીમાં બી.વી. સંચાણીયા સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપીઓ હીતેષભાઈ પ્રભુભાઈ જાલરીયા, ઈમરાન હસનભાઈ બોધાણી અને જીતેન્દ્ર હસમુખભાઈ મહેતાના વકીલ તરીકે  મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા એડ.મેનાઝ પરમાર રોકાયેલા હતા તેમજ આરોપી ચંદ્રેશ રામજીભાઈ બગથરીયાના વકીલ તરીકે કે.એ.પ્રજાપતી અને આરોપી હીરાલાલ લખમણભાઈ કંઝારીયા તરીકે ટી.બી.દોશી રોકાયેલા હતા.




Latest News