મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ખારચીયા ગામે અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત


SHARE







મોરબીના ખારચીયા ગામે અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

મોરબી તાલુકાના ખારચિયા ગામે રહેતા વૃદ્ધ કામ સબબ બાઈક લઈને જઈ રહ્યા હતા.ત્યારે વાહન સ્લીપ થતા માથા અને શરીરે ઇજા થઈ હતી.જેથી મોરબી અને બાદ વધુ સારવારમાં રાજકોટ લઈ જવાયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજત હાલ તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે તાલુકાના ખારચિયા ગામે રહેતા મહેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા નામના ૬૨ વર્ષના વૃદ્ધ તા.૨૮-૫ ના તેમનું બાઇક લઈને ખારચિયા ગામેથી આમરણ ગામ તરફ જઈ રહ્યા હતા.અને ત્યાં મોબાઈલ રીપેરીંગ કરાવવા જતા સમયે રસ્તામાં તેમનું બાઇક સ્લીપ થઈ ગયું હોય તેઓ માથા અને શરીરે ઇજા પામ્યા હતા.જેથી તેમને મોરબીની આયુષ હોસ્પિટલે અને બાદમાં હાલત નાજુક જણાતા રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મહેન્દ્રસિંહ જાડેજાનું મોત નિપજયુ હતું.બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના ગિરીશભાઈ મારૂણીયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.તેમ પોલીસસુત્રોએ જણાવેલ છે.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના લખધીરપુર ગામે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલા કિશોરભાઈ નરસીભાઈ ડાભી (૩૪) રહે.લખધીરપુર તેમજ ભરતભાઈ ચકુભાઈ કટેશીયા (૪૩) રહે.મહેન્દ્રપરા મોરબીને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે તાલુકા પોલીસ મથક દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી. મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલ કાંતિનગર વિસ્તારમાં રહેતા નિઝામભાઈ અલાઉદીનભાઈ ભટ્ટીને મારામારીના બનાવવામાં ઈજા પહોંચી હોય સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.તે રીતે જ મોરબી વીસીપરામાં રહેતા શબ્બીરભાઈ અબ્દુલભાઈ મોવર (૨૭) તથા રૂકશાનાબેન શબ્બીરભાઈ (૨૩) ને ઘર નજીક પાડોશી સાથે ઝઘડા બાદ મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીકથી બાઈક લઈને જઈ રહેલ હરેશભાઈ કિશોરભાઈ દુબલ (૫૦) રહે.નિરવ પાર્ક શ્યામ પાર્ક પાસે પંચાસર રોડ મોરબીના બાઇકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા હરેશભાઈને માથા અને જમણા હાથે ઇજાઓ થઈ હોય અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.જ્યારે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના જેતરર રોડ રંગપર ગામ પાસે રહીને મજૂરી કામ કરતાં પરિવારની શીતલ અરૂણભાઇ મુનિયા નામની દોઢ વર્ષની બાળકી રમતા રમતા સીડી ઉપરથી પડી જતા ઇજા પામતા સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.






Latest News