મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત


SHARE







મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત

સાહિત્ય અને સંશોધન ક્ષેત્રે નામ રોશન કરતા મોરબીના જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાની પ્રતિષ્ઠિત 'ઓથર ઈન્કવેલ એવોર્ડ ૨૦૨૬' માટે પસંદગી કરવામાં આવી છે.ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે રાષ્ટ્રીય સાહિત્યિક સમારોહ યોજાયેલ હતો.તેમાં દેશભરના લેખકો અને અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી

પરમ જોલાપરાએ માત્ર ૧૮ વર્ષની નાની વયે ભારતીય સંસ્કૃતિના ગહન પૌરાણિક તેમજ વેદોક્ત પુરાવાઓથી સભર "વિશ્વદેવ વિશ્વકર્મા" પુસ્તકનું લેખન અને સંશોધન કર્યું છે. સામાન્ય રીતે જે ઉંમરે યુવાનો કારકિર્દીની પ્રાથમિક દિશા નક્કી કરતા હોય છે, તે ઉંમરે પરમે વેદો અને પુરાણોના ઊંડા અભ્યાસ બાદ અકાટ્ય તથ્યો અને સચોટ ઐતિહાસિક પુરાવાઓ સાથેનું પુસ્તક સમાજ સમક્ષ મૂકીને ભારે આકર્ષણ જગાવ્યું છે.તેમના આ અસાધારણ સંશોધન કાર્ય અને સાહિત્યિક પ્રદાનને સર્વોચ્ચ ગણીને સંસ્થા દ્વારા આ સન્માન આપવામાં આવ્યું છે.એવોર્ડ સેરેમનીમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પરમની આ નાની ઉંમરની મોટી સિદ્ધિને મુક્તકંઠે બિરદાવી હતી અને તેમને આગામી સમય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.






Latest News