મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી


SHARE







આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારના હકારાત્મક અને પર્યાવરણલક્ષી અભિગમના પ્રતાપે આજે રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતી’ (Natural Farming) નો વ્યાપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. સરકાર દ્વારા પણ વિશેષ કાર્યશાળાઓના માધ્યમથી ખેડૂતોને રાસાયણિક મુક્ત, ગાય આધારિત ખેતી પદ્ધતિ અપનાવવા માટે સઘન માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત, દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી તદ્દન ઓછા ખર્ચે કરવામાં આવતી વૈજ્ઞાનિક ખેતી. આ પદ્ધતિની મુખ્ય વિશેષતા એ છે કે પાકની વૃદ્ધિ માટે જરૂરી કોઈ પણ ખેત સામગ્રી બજારમાંથી લાવવાની રહેતી નથી. ખેડૂતો પોતાના ખેતરમાં જ ઉપલબ્ધ પ્રાકૃતિક સામગ્રી દ્વારા જાતે જ જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશપર્ણી અર્ક અને સપ્ત ધાન્યાંકુર અર્ક જેવા મુખ્ય ઘટકો તૈયાર કરીને સમૃદ્ધ પાક મેળવી શકે છે.

આ પદ્ધતિ અંતર્ગત માત્ર ૧ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી આશરે ૩૦ એકર જમીનમાં ખૂબ જ સરળતાથી ખેતી કાર્ય થઈ શકે છે. આ ક્રાંતિકારી ખેતી પદ્ધતિ અપનાવવાથી કૃષિ ક્ષેત્રે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ખર્ચ શૂન્ય થતાં ઉત્પાદન ખર્ચ ઘટે છે અને શુદ્ધ ઓર્ગેનિક પાકના બજારમાં ઊંચા ભાવો મળતા ખેડૂતોની આવક બે થી અઢી ગણી વધી જાય છે. આચ્છાદન, હ્યુમસ અને વાપસા’ (જમીનની ભેજ ધારણ શક્તિ) ની વૈજ્ઞાનિક પદ્ધતિના લીધે ખેતીમાં ૯૦ % જેટલી પાણી અને વીજળીની બચત થાય છે. મિત્ર કીટકો અને અળસિયા જેવા ઉપયોગી સૂક્ષ્મજીવોની ક્રિયાશીલતા વધતા જમીન ફળદ્રુપ બને છે અને રોગ-જીવાત તેમજ નિંદામણનું કુદરતી રીતે જ વ્યવસ્થાપન થાય છે.

મિશ્ર પાક પદ્ધતિ અને મજબૂત માળખાના કારણે પાક વાવાઝોડા કે કમોસમી વરસાદ જેવી આફતો સામે વધુ પ્રતિકારક બને છે. માનવજાતના સ્વાસ્થ્યની રક્ષા, જમીનનું ધોવાણ અટકાવવા અને પર્યાવરણની જાળવણી માટે પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે. મોરબી જિલ્લાના ધરતીપુત્રો વધુમાં વધુ સંખ્યામાં આ કલ્યાણકારી પદ્ધતિ અપનાવી આત્મનિર્ભર બને અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પોતાનું અમૂલ્ય પ્રદાન આપે તેવો સરકારનો અનુરોધ છે.






Latest News