મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામ નજીક ડમ્પરમાં કાર અથડાતા 5 વ્યક્તિઓના મોત મામલે ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE









હળવદના ચરાડવા ગામ નજીક ડમ્પરમાં કાર અથડાતા 5 વ્યક્તિઓના મોત મામલે ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો

હળવદ મોરબી હાઇવે રોડ ઉપરથી ઇજાગ્રસ્ત વ્યક્તિને કારમાં બેસાડીને મોરબી તરફ સાત લોકો આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં ચરાડવા ગામ નજીક પેટ્રોલ પંપ સામે ડમ્પર સાથે કાર અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં કારની અંદર બેઠેલા પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા અને બે વ્યક્તિને ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે ઇજા પામેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા પ્રકાશભાઈ હમીરભાઇ ડઢૈયા (33)એ હાલમાં ડમ્પર નંબર જીજે 13 એ એક્સ 5257 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવેલ છે કે મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ચરાડવા ગામ નજીક નાયરાના પેટ્રોલ પંપ સામે આવેલ રોડની કટ પાસેથી ફરિયાદી તથા બીજા 6 વ્યક્તિઓ કાર નંબર જીજે 36 એ એફ 7075 માં મોરબી તરફ જઈ રહ્યા હતા દરમ્યાન ડમ્પરનો ચાલક ઈટાનો સિરામિક કારખાનામાંથી અચાનક બહાર નીકળીને આજુબાજુ જોયા વગર રોડની વચ્ચોવચ કટ પાસે આવીને અચાનક પોતાના ડમ્પરને બ્રેક મારતા ડમ્પર સાથે કાર અથડાઈ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં ફરિયાદીને હાથમાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી જ્યારે દિલીપભાઈને પણ ઇજાઓ થયેલ છે તે બંને સારવાર હેઠળ છે અને આ બનાવમાં ભરતભાઈ પ્રભુભાઈ, પ્રેમજીભાઈ શંકરભાઈ, સુરેશભાઈ વિશાભાઈ, વિરમભાઈ ભીમાભાઇ અને પરેશભાઈ દિલીપભાઈ ને ગંભીર ઈજા થઈ હોવાથી તેઓના મોત નિપજ્યા હતા આ અકસ્માતમાં બનાવ બાદ ડમ્પરનો ચાલક સ્થળ ઉપર થી પોતાનું વાહન લઇને નાસી ગયો હતો જેથી જીવલેણ અકસ્માતના આ બનાવમાં ઈજા પામેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News