મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં બોર્ડની પૂરક પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ


SHARE









મોરબીમાં બોર્ડની પૂરક પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. ૧૧ જૂન થી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન આયોજિત ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પૂરક પરીક્ષાઓ મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ અને સુચારુ વાતાવરણમાં યોજાય તે માટે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રીએ પૂરક પરીક્ષાની કામગીરીને અત્યંત ગંભીરતાથી લઈ તમામ જરૂરી તકેદારી રાખવા ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. પરીક્ષાના દિવસો દરમિયાન પી.જી.વી.સી.એલ. (PGVCL) વિભાગ દ્વારા અવિરત વીજ પુરવઠો, એસ.ટી. વિભાગ દ્વારા નિયમિત બસ સેવા અને પોલીસ વિભાગ તરફથી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પૂરો પાડવા અંગે પણ જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. આ બેઠક દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતાએ કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં મોબાઈલ કે અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ન લઈ જાય તેની પરીક્ષા પૂર્વે જ સઘન ચકાસણી કરવા સ્થળ સંચાલકોને જણાવ્યું હતું. ધોરણ-૧૦ ના ઝોનલ અધિકારી શ્રી શૈલેષભાઈ મેરજા અને ધોરણ-૧૨ ના ઝોનલ અધિકારી ભાવેશભાઈ ભાલોડીયાએ ‘પાટા એપ્લિકેશન’ (PATA Application) તેમજ અન્ય આનુષંગિક વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. મોરબી જિલ્લામાં આ પૂરક પરીક્ષા હેઠળ ધોરણ-૧૦ માં ૫ બિલ્ડિંગના ૪૪ બ્લોકમાં કુલ ૧,૨૪૧ વિદ્યાર્થીઓ, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૨ બિલ્ડિંગના ૧૧ બ્લોકમાં ૩૦૮ વિદ્યાર્થીઓ અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૨ બિલ્ડિંગના ૧૫ બ્લોકમાં ૩૦૬ વિદ્યાર્થીઓ મળીને કુલ ૯ બિલ્ડિંગના ૭૦ બ્લોકમાં કુલ ૧,૮૫૫ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે.




Latest News