મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સમીક્ષા બેઠક યોજાઈ


SHARE







મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સમીક્ષા બેઠક યોજાઈ

મોરબી જિલ્લાના નાગરિકોને સુદ્રઢ અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ સુલભ બનાવવાના હેતુથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી.

આ બેઠક અંતર્ગત યોજાયેલી ડી.જી.આર.સી. (DGRC) મીટિંગમાં કલેક્ટરએ ‘PM-JAY આયુષ્માન યોજના’ હેઠળ જિલ્લામાં થતી કામગીરીની પ્રગતિ ચકાસી હતી. જિલ્લામાં માતા મરણ અને બાળ મરણના દરમાં ઘટાડો લાવવા માટે કલેક્ટરે તેના મૂળભૂત કારણોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને તેને અટકાવવા તબીબી તંત્રને વધુ ગંભીરતાથી કામ કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, ડી.ટી.એફ.આઈ. (DTFI) બેઠકમાં બાળકોના નિયમિત રસીકરણની પ્રક્રિયા ચકાસવામાં આવી હતી, જેના ભાગરૂપે આગામી તા. ૨૮ જૂન, ૨૦૨૬ ના રોજ ‘નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે’ અંતર્ગત પલ્સ પોલિયો કાર્યક્રમના આયોજન બાબતે માહિતી મેળવી હતી. જેમાં મોરબી જિલ્લાના તમામ વિસ્તારોના ૦ થી ૫ વર્ષના અંદાજિત ૧,૨૫,૦૦૦ બાળકોને પોલિયો વિરોધી રક્ષણાત્મક ટીપાં પીવડાવવાનું વહીવટી લક્ષ્યાંક નિર્ધારિત કરાયું છે.

આ બેઠકના અંતે, એલ.સી.ડી.સી. (LCDC) કમિટી હેઠળ ચર્ચા કરતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ગત તા. ૦૮ જૂનથી શરૂ થયેલું અને આગામી તા. ૧૮ જૂન સુધી ચાલનારું ‘લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઇન’ અત્યંત મહત્વનું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાંથી લેપ્રસી ના શંકાસ્પદ દર્દીઓનું વહેલાસર સચોટ નિદાન કરી તેમની સારવાર પૂર્ણ કરવાનો છે, જેથી આ રોગને જડમૂળથી નિર્મૂલન કરી શકાય. આ સમીક્ષા બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.વી. શ્રીવાસ્તવ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News