મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરતી હળવદ પોલીસ


SHARE









મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરતી હળવદ પોલીસ

મોરબીના હળવદમાં મારામારીમાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો હતો.

હળવદ પોલીસ સ્ટેશન હદમાં મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ મોહિત હસમુખભાઈ પરમાર રહે.હળવદ બસ સ્ટેન્ડ પાછળ, તા.હળવદ જી.મોરબી સામે પોલીસે પાસા દરખાસ્ત તૈયાર કરીને જીલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરી હતી.જેથી મારામારીના ગુનામાં સંડોવાયેલ આરોપીનું મેજીસ્ટ્રેટ દ્રારા પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ હતુ.આથી ટીમ બનાવીનો મોહિત હસમુખભાઇ પરમારને પકડીને પાસા એકટ તળે ડિટેઇન કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.તેમ પોલીસે જણાવેલ છે.
બાઈક-ટ્રેક્ટર અકસ્માતમાં બે યુવાન ઇજાગ્રત
મોરબીના ચાંચાપરથી શનાળા જતા રસ્તે ડબલ સવારી બાઈક અજાણ્યા ટ્રેકટર સાથે અથડાયું હતું.જે બનાવમાં આશિષ ઘનશ્યામભાઈ સદાદીયા (૨૨) તથા રવિ હેમંતભાઈ ચાવડા (૨૦) રહે બોડી પીપરડી જી.બોટાદને ઇજાઓ થઈ હોય બંનેને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી-વાંકાનેર હાઇવે માટેલ રોડ ખાતે એરકોન વિટ્રીફાઈડ નજીક ટ્રકનું ટાયર પગ ઉપર ફરી જતા લખવીન્દરસિંગ (ઉંમર ૬૫) રહે.ધર્મકાંટા સીત મોંગા પંજાબને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાના મેઘપર ગામે રહેતા દલસુખભાઈ કુંભાભાઇ દેવીપુજક નામના ૪૩ વર્ષના યુવાનને ઇજાગ્રસત હાલતમાં અત્રે આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.આ અંગે પોલીસના જણાવ્યા પ્રમાણે દલસુખભાઇ પોતાનું સુપર કેરી છોટા હાથી જેવું વાહન લઇને કચ્છ જતો હતો ત્યાં અંજાર ખાતે બ્રિજ ઉતરતા સમયે તેનું વાહન કોઇ કાર સાથે અથડાયુ હતુ.જેમાં ઇજા પામ્યો હોય અંજાર ખાતે પ્રાથમિક સારવાર બાદ અહિંની હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.




Latest News