મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરતી હળવદ પોલીસ
મોરબી સહિત ગુજરાતના ખેડૂતોને વીજપોલ સામે વધુમાં વધુ વળતર મળે તે માટે ગાંધીનગર અને દિલ્હી સુધી જવાની રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ખેડૂતોને ખાતરી
SHARE
મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપનીના પોલના વળતર બાબતે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને આજે રાજ્યના મંત્રી તથા મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય તેમજ જેતપર ગામના વતની કાંતિભાઈ અમૃતિયા આંદોલનની છાવણી ખાતે પહોંચ્યા હતા અને ખેડૂતોને કંપની પાસેથી વધુમાં વધુ વળતર મળે તેના માટે થઈને તેમના દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવશે આવતીકાલે કલેક્ટર કચેરી ખાતે મંત્રી દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને સાથે રાખીને મીટીંગ કરાશે અને જો પ્રશ્ન નહીં ઉકેલાય તો આગામી દિવસોમાં ગાંધીનગર અને ત્યાંથી દિલ્હી સુધી ખેડૂતોને લઈ જઈને તેઓએ વધુમાં વધુ વળતર અપાવવાની ખાતરી આપી છે
મોરબી જિલ્લામાં ખાનગી વીજ કંપનીના વીજપોલ ઊભા કરવા માટેની કામગીરી હાલમાં ચાલી રહી છે જોકે અમુક ખેડૂતોને વળતર આપવામાં આવ્યું નથી અને ખેડૂતોને જે વળતર આપવાની વાત કરવામાં આવે છે તે ઓછું વળતર આપવામાં આવે તેમ છે જેથી ખેડૂતો દ્વારા આ ખાનગી કંપનીના વીજ પોલ ઉભા કરવા માટેની જે કામગીરી કરવામાં આવી રહી છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જો મોરબી તાલુકાના જેતપર ગામની વાત કરીએ તો છેલ્લા ત્રણ થી ચાર દિવસથી ખેડૂતો દ્વારા જે વીજ પોલ ઉભા કરવા માટેની કામગીરી ચાલે છે તેને રોકવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે અને ખેડૂતોને કામ બંધ કરાવતા અટકાવવા માટે થઈને પોલીસને આગળ કરવામાં આવે છે જેથી પોલીસ તથા ખેડૂત વચ્ચે ઘર્ષણ થાય છે દરમિયાન બુધવારે મોરબીના જેતપર ગામથી લઈને કલેક્ટર કચેરી સુધીની ખેડૂતોની એક ટ્રેક્ટર રેલી યોજાઈ હતી અને ખેડૂતોનો વળતર બાબતનો પ્રશ્ન ન ઉકેલાય ત્યાં સુધી વીજ પોલ ઉભા કરવા માટેનું કામ બંધ કરાવવામાં આવે તેવી માંગ કરી હતી હાલમાં જેતપર ગામ ખાતે ખેડૂતો દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યા છે તેવામાં રાજ્યના મંત્રી તેમજ મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને જેતપર ગામના વતની કાંતિભાઈ અમૃતિયા તેમજ તેઓની સાથે હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા પહોંચ્યા હતા અને તેઓએ ખેડૂતોની યોગ્ય રજૂઆતાને સાંભળી હતી અને ખાસ કરીને મંત્રી કાંતિભાઈ અમૃતાએ જણાવ્યું હતું કે ન માત્ર જેતપર કે મોરબી પરંતુ સમગ્ર ગુજરાતના તમામ ખેડૂતોને વીજપોલ સામે વધુમાં વધુ વળતર મળે તેના માટેના પ્રયત્નો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આવતીકાલે અધિકારીઓ સાથે 11:00 વાગ્યાકલેક્ટર કચેરી ખાતે મિટિંગ કરવામાં આવશે અને ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તેના માટે શું કરી શકાય તેની ચર્ચાઓ કરવામાં આવશે અને જો પ્રશ્ન અહીંથી ન ઉકેલાય તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી સાથે મીટીંગ કરવામાં આવશે અને ત્યાંથી પણ જો પ્રશ્ન ન ઉકેલાય અને ખેડૂતોને વળતર માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી રજૂઆત કરવાની તેઓએ તૈયારી દર્શાવી હતી અને ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તેના માટેના પ્રયત્નો તેઓ કરશે તેવી ખાતરી ખેડૂતોને આપેલ છે.