મોરબી ઓમવીવીઆઈએમ કોલેજના વિદ્યાર્થીઓએ કરી ૩૧ ડીસેમ્બરની અનોખી ઉજવણી
સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજની રવિવારે યોજાનાર ચુંટણી હાલ મૌકુફ
SHARE









સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજની રવિવારે યોજાનાર ચુંટણી હાલ મૌકુફ
સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજની આગામી તા.૨ ને રવિવારે યોજાનાર ચુંટણી હાલ મૌકુફ રાખવામાં આવેલ છે.તમામ પેટ્રેન મેમ્બર, આજીવન મેમ્બર, શુભેચ્છક મેમબેરો માટે આ વિજ્ઞાપ્તિ દ્રારા ચુંટણી મૌકુફ રાખી હવે પછી જયારે ચુંટણી યોજાશે તેની જાણ કરાશે.
સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ અલ્કેશભાઈ ભટ્ટ ચૂંટણી અધિકારી અનિલભાઈ મહેતા, સહ ચૂંટણી અધિકારી મિલનભાઈ શુક્લ તથા ચેતનભાઈ પંચોલીએ સંયુક્ત યાદીમાં જણાવ્યા અનુસાર સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ જિલ્લાના હોદ્દેદારોની ચૂંટણી તા.૨-૧-૨૨ ને રવિવાર ના રોજ બ્રહ્મર્ષિ સંસ્થાન, પ્રતાપપુરા તા.આટકોટ મુકામે રાખવામાં આવેલ તે હાલ કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે મંજુરી ન મળતા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થગિત કરવામાં આવેલ છે.ચૂંટણી પ્રક્રિયાની આગળની કાર્યવાહી હવે પછી જાહેર કરવામાં આવશે.જેની સર્વે સભ્યોએ નોંધ લેવી.
