મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં મકાન નામે કરી દેવાનું કહીને આધેડને તેના ભાઈ અને ભત્રીજાએ માર માર્યો


SHARE







મોરબીમાં મકાન નામે કરી દેવાનું કહીને આધેડને તેના ભાઈ અને ભત્રીજાએ માર માર્યો

મોરબીના વિદ્યુતનગર વિસ્તારમાં આધેડ અને તેના ભાઈના નામનું મકાન આવેલું છે જે મકાન આધેડને તેના ભાઈએ પોતાના નામે કરી દેવા માટે કહ્યું હતું જો કે, આધેડે ના પાડતા ઉશ્કેરાઈ ગયેલ ભાઈ અને ભત્રીજાએ આધેડને ગાળો આપી હતી અને ત્યારબાદ બાઈક ઉપર તેનું અપહરણ કરીને જાંબુડીયા ગામ પાસે બ્રિજ નજીક કારખાના પાસે લઈ ગયા હતા અને ત્યાં લાકડાના ધોકા વડે આધેડને માર મારવામાં આવ્યો હતો જેથી આધેડે સારવાર લીધા બાદ હાલમાં તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ગજડી ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ પર આવેલ ઉમિયા સર્કલ પાસે યદુનંદન સોસાયટીમાં રહેતા વાસુરભાઈ સામંતભાઈ સોઢીયા (50)એ હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના ભાઈ મગનભાઈ સામંતભાઈ સોઢીયા અને ભત્રીજા રાજ મગનભાઈ સોઢીયા રહે બંને હાલ વિદ્યુત નગર સોસાયટી સર્કિટ હાઉસ સામે મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદી લાલપર ગામની સીમમાં આવેલ સયાજી હોટેલની સામે આલ્ફા ડાયમંડ ટૂલ્સ નામનું ચાઇના એબ્રેશીંગનુ કારખાના આવેલું છે ત્યાં હતા ત્યારે ફરિયાદીના ભાઈ અને ભત્રીજો ત્યાં આવ્યા હતા અને ફરિયાદી તથા તેમના ભાઈના નામે મોરબીના વિદ્યુતનગરમાં મકાન આવેલ છે જે મકાન આરોપીએ પોતાના નામે કરી દેવાનું કહ્યું હતું જેથી ફરિયાદીએ મકાન નામે કરી દેવાની ના પાડી હતી ત્યારે ફરિયાદીના ભાઈ મગનભાઈએ તેને ગાળો આપી હતી અને લાફો માર્યો હતો ત્યાર બાદ બંને આરોપીઓએ ફરિયાદીને બળજબરીથી બાઈકમાં બેસાડીને તેનું અપહરણ કર્યું હતું અને જાંબુડીયા પાસે કોરલ ગોલ્ડ કારખાના નજીક અવાવરુ જગ્યાએ લઈ જઈને ત્યાં લાકડાના ધોકા વડે બંનેએ વારાફરતી ફરિયાદી માર માર્યો હતો અને ફરિયાદીને પગના ભાગે મારમારીને ગંભીર જા કરવામાં આવી હતી જેથી ઇજા પામેલા આધેડે સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

સામખયારીમાં પેટ્રોલ પંપ નજીક રબારી સમાજની વાડી પાસે રહેતા પિયુષભાઈ ટપુભાઈ (18) નામનો યુવાન ભચાઉ ખાતે પેટ્રોલ ભરવા માટે થઈને જતો હતો ત્યારે રસ્તામાં અજાણી રિક્ષાના ચાલકે ડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

યુવાનને માર માર્યો

મોરબીના શોભેશ્વર રોડ ઉપર મંદિર પાસે રહેતા નરેન્દ્રભાઈ કરુણાશંકર મહેતા (30) નામના યુવાનને ઘૂટું રોડ ઉપર સિલ્વર સોસાયટી પાસે ભાવલો અને કાંતિલાલ ગામના બે વ્યક્તિઓ દ્વારા માર મારવામાં આવતા ઇજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી. #morbi






Latest News