મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ગુમ થયેલા બાળકનું પરિવાર સાથે સુખદ પુનઃમિલન કરાવતી ચાઇલ્ડ હેલ્પલાઇન અને બાળ સુરક્ષા ટીમ


SHARE









મોરબીમાં ગુમ થયેલા બાળકનું પરિવાર સાથે સુખદ પુનઃમિલન કરાવતી ચાઇલ્ડ હેલ્પલાઇન અને બાળ સુરક્ષા ટીમ

મોરબી જિલ્લામાં પરિવારથી ભટકતા કે ગુમ થયેલા બાળકોના સંરક્ષણ અને આશ્રય માટે કાર્યરત બાળ સુરક્ષા એકમે વધુ એક બાળકનું તેના પરિવાર સાથે સુખદ પુનઃમિલન કરાવ્યું છે. ગત તા. ૦૯/૦૬/૨૦૨૬ ની રાત્રે મોરબી શહેરમાં એકાદ-બે દિવસથી એકલું ભટકતું હોવાની માહિતી જાગૃત નાગરિક દ્વારા ચાઇલ્ડ હેલ્પલાઇનને ફોન પર આપવામાં આવી હતી. માહિતી મળતા જ હેલ્પલાઇનના સુપરવાઇઝર અને કેસ વર્કર તાકીદે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ટીમ દ્વારા બાળકના વાલીની શોધખોળ કરવા છતાં કોઈ પતો ન લાગતા, આખરે સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનની મદદ લેવામાં આવી હતી. પોલીસ રેકોર્ડની ચકાસણી દરમિયાન સવારે જ આ બાળકની ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હોવાનું ખુલ્યું હતું. જેના આધારે ફરિયાદી ભાઈનો સંપર્ક કરી બાળકના ફોટા દ્વારા તેની સચોટ ઓળખ કરવામાં આવી હતી.

જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકને બાળ સુરક્ષા સમિતિ (CWC) સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તબક્કે વાલી પાસે પૂરતા આધાર-પુરાવા ઉપલબ્ધ ન હોવાને લીધે, સમિતિના નિર્ણય અનુસાર બાળકને સુરક્ષાના હેતુથી ‘ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ - ખોખરા હનુમાન, મોરબી’ ખાતે કામચલાઉ આશ્રય આપવામાં આવ્યો હતો. બીજા દિવસે એટલે કે તા. ૧૦/૦૬/૨૦૨૬ ના રોજ સવારે વાલી-વારસદારો દ્વારા જરૂરી ઓળખના દસ્તાવેજો રજૂ કરાતા, બાળ સુરક્ષા સમિતિ દ્વારા યોગ્ય કાયદાકીય ખરાઈ કરીને બાળકને સહી-સલામત તેના પરિવારને સોંપવામાં આવ્યું હતું. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. વિપુલ શેરસિયાના માર્ગદર્શન હેઠળ, પ્રોજેક્ટ કોર્ડિનેટર સાગરભાઈ ચૌહાણ, હેલ્પલાઇનના સુપરવાઇઝર મહેશભાઈ ગેડીયા અને કેસ વર્કર રવિભાઈ વાઘેલા સહિત ચાઇલ્ડ હેલ્પલાઇન, જિલ્લા બાળ સુરક્ષા એકમ, પોલીસતંત્ર અને જિલ્લા બાળ સુરક્ષા સમિતિના સંકલન થકી માસૂમ બાળકને પુનઃ પોતાના કુટુંબની સાથે મિલન થયું છે.




Latest News