મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર


SHARE









મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર

મોરબીમાં હોટલના ધંધાર્થીએ આપઘાત કર્યો હતો ત્યાર બાદ નોંધાયેલ વ્યાજ બાબતની ફરિયાદમાં પકડાયેલ આરોપીની જામીન અરજી મોરબીની કોર્ટમાં વકીલ મારફતે કરવામાં આવી હતી જેમાં વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપી ઈમરાન ઉર્ફે ઢબો ગુલામહુશેનભાઈ માડકીયાના જામીન મંજૂર કરેલ છે.

આ બનાવની ટુંકમાં વિગત એવી છે કે, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં તેના દીકરાએ વ્યાજખોરોની સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે આરોપી ઈમરાન ઉર્ફે ઢબો ગુલામહુશેનભાઈ માડકીયા રહે. ઝવેરી શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ હતો ત્યાર બાદ આરોપીએ જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં મોરબીના સીનીયર વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત અરજી કરી હતી અને મોરબીના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન માટેની અરજીની સુનાવણી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલ મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા)એ સુપ્રીમ તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા અને ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાને લઈ મોરબીના ત્રીજા એડી. સેશન્સ જજ એમ.આર નાદપરા સાહેબ એ આરોપી ઈમરાન ઉર્ફે ઢબો ગુલામહુશેનભાઈ માડકીયાને 50 હજારના જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે. આ કેસમાં આરોપી ઈમરાન ઉર્ફે ઢબો ગુલામહુશેનભાઈ માડકીયાના વકીલ તરીકે મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા.




Latest News