મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં બાળકી સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા


SHARE









વાંકાનેર તાલુકામાં બાળકી સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા

વાંકાનેર તાલુકામાં બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું જેથી કરીને સગીરાના પરિવારજને કરેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડીને જેલ હવાલે કરેલ હતો જે કેસ મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટે ચાલી ગયો હતો તેમાં મદદનીસ સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા તેમજ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા અને જુદીજુદી કલમ હેઠળ 16 હજારનો દંડ કરેલ છે.

વાંકાનેર તાલુકામાં તા 27/11/2016 ના રોજ 7 વર્ષની બાળકીનું સાંજના સમયે અપહરણ કરવામાં આવ્યું હતુ અને બાળકીને ફોસલાવીને બાવળની ઝાડીમાં લઈ જઈને તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું જેથી કરીને બાળકીને ગંભીર શારીરિક ઇજાઓ થઈ હતી માટે બાળકીને સારવારમાં ખસેડવામાં આવી હતી અને આ મામલે સગીરાના પરિવારજને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી ત્યાર બાદ આ કેસ મોરબીની મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદનીસ સરકારી વકીલ નિરજ ડી. કારીઆ 14 મૌખિક અને 30 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા અને ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાને રાખીને કોર્ટે આરોપી શેરસીંગ ભોપાસિંહ સીસોદીયા (23) રહે. મૂળ એમપી હાલ રહે. ગ્રેટા સિરામિક્સ ઢુવા વાળને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. અને જુદીજુદી કલમ હેઠળ આરોપીને કુલ મળીને 16 હજારનો દંડ ફટકાર્યો છે. તેમજ ગુજરાતની ભોગ બનનારને વળતર માટેની યોજના 2019 ના નિયમો અનુસાર ભોગ બનનાર માસૂમ બાળકીને આર્થિક અને સામાજિક ન્યાય આપતા 4 લાખ રૂપિયા તેમજ આરોપી દંડની રકમ ભારે તો તેના સહિત કુલ 4.16 લાખ રૂપિયા વળતર આપવા માટે કોર્ટે આદેશ કર્યો છે.




Latest News