પ્રોપેન ગેસ સપ્લાઈ કરતી કંપનીએ લોભામણી લાલચ આપીને છેલ્લી ઘડીએ મારી પલટી !, હવે નેચરલ ગેસના ફાંફા: મોરબીના સિરામિક ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીના મકાનસર ગામ પાસે રીક્ષાનું ટાયર ફાટતાં બોલેરો ગાડીમાં અથડાઈ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં હળવદના ઈશ્વરનગર ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને માટેલ રોડે પાણીના ખાડામાં ડૂબી જવાથી બાળકનું મોત મોરબીના જેતપર ગામે વાવણી કરેલ કપાસનો પાક નબળો પડી જતાં યુવાને કર્યો આપઘાત વાંકાનેરના લુણસર ગામે નજીવી વાતમાં યુવાનને માથામાં લોખંડનું ધારીયું મારીને જાનથી મારી નાખવાની ધમકી હળવદના વેગડવાવ ગામે ખેતરના શેઢે નાખેલા થાંભલા કાઢવાની ના પાડતા ખેડૂત અને તેના દીકરા-ભત્રીજા ઉપર બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓનો હુમલો મોરબીના ગાળા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 9 શખ્સો 2.92 લાખની મુદ્દામાલ સાથે ઝડપાયા: એક ફરાર
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાંથી દારૂની નાની 18 બોટલ સાથે એક પકડાયો, એકની શોધખોળ


SHARE







મોરબીમાં ઘરમાંથી દારૂની નાની 18 બોટલ સાથે એક પકડાયો, એકની શોધખોળ

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી વિદેશી દારૂની નાની 18 બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ સાથે આરોપીની ધરપકડ કરી હતી. અને બે શખ્સોની સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગ હતી ત્યારે લાતી પ્લોટ શેરી નં. 12 માં રહેતા તોફીકભાઈ ઉર્ફે ડોડવો દાઉદભાઈ ચાનિયાના ઘરમાં દારૂનો જથ્થો હોવાની હક્કિત મળી હતી જેથી ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 18 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1,800 રૂપિયાનો દારૂ કબ્જે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી તેમજ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ઈકબાલ જુસબભાઈ કટીયા રહે. મચ્છી પીઠ મોરબીનું નામ સામે આવ્યું હતું જેથી બે શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

ગુમ પરત
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા પરિવારની મુમતાબેન મહમદભાઈ પલેજા નામની ૨૦ વર્ષીય યુવતી ગુમ થઈ હતી. જે અંગે ગુમસુધા નોંધ દાખલ કરાવવામાં આવી હતી.અને પોલીસ તપાસમાં સામે આવ્યા મુજબ હાલ મુમતાઝબેન અમદાવાદ ખાતેથી મળી આવ્યા હોય તે અંગે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના સામાકાંઠા વિસ્તાર ખાતેથી હર્ષાબેન ધર્મેશભાઈ મેવાડા (૩૪) રહે.રાજકોટ ચુનારવાડા ગુમ થયા હતા અને તે બાબતે નોંધાવવામાં આવેલી ફરિયાદ આધારે પોલીસે તપાસ કરતાં સામે આવ્યુ હતુ કે ગુમ થયેલા હર્ષાબેને કિશનભાઇ નટવરભાઈ કુબાવતની સાથે મૈત્રી કરાર કરી લીધેલા છે અને તે બાબતે પોલીસમાં નોંધ થતા પોલીસે રાબેતા મુજબની તપાસ કરી હતી.

ચોરીના ગુનામાં ધરપકડ
મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દુકાનમાંથી ઇલેક્ટ્રીક મોટર તથા કોપર વાયર સહિતની વસ્તુઓ મળીને રૂ.૧,૯૮,૦૦૦ ના મુદામાલની ચોરી થઈ હતી. જે ગુનામાં ફરિયાદ નોંધાવવા પામી હતી અને તે બનાવમાં હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ બી.એ.ગઢવી તથા રાઇટર ભરતભાઈ ગોઢાણીયા દ્વારા કિશન ઉર્ફે પાંવ અરજણભાઈ દેવીપુજક (૨૬) રહે. કોઠારીયા સોલવન પાસે રાજકોટ ની ધરપકડ કરી છે.અગાઉ આ ચોરીના ગુનામાં સંજય, મનસુખ અને સંજય એમ ત્રણ વ્યક્તિઓની ધરપકડ થઈ ચૂકી છે અને હાલ કિશન અરજણ દેવીપુજકની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે. #morbi






Latest News