મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં કાર ચાલકે બુલેટને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE









મોરબીમાં કાર ચાલકે બુલેટને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના નાની કેનાલ રોડ ઉપર સત્યમ વિદ્યાલય સામેથી યુવાન બુલેટ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેના બુલેટને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં યુવાનને જમણા પગના નળાના ભાગે ફેક્ચર તથા શરીરે ઇજાઓ થઈ હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

મોરબીના નવલખી રોડ પર આવેલ શ્રદ્ધા પાર્ક પાછળ બોખાની વાડીમાં રહેતા અશ્વિનભાઈ ચુનીલાલ નકુમ (28)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બલેનો કાર નંબર જીજે 36 એપી 3378 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના નાની કેનાલ રોડ ઉપર સત્યમ વિદ્યાલય સામે હરિ કૃપા-2 કોમ્પ્લેક્સ ડી ફાઇન જીમ નીચે કાર ચાલકે બેફિકરાયથી તેની કાર ચલાવી હતી અને ફરિયાદીના ભાઈ દિલીપભાઈના બુલેટ નંબર જીજે 36 કયું 5917 ને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને જમણા પગમાં નળના ભાગે ફેક્ચર તથા ખભા, ચહેરા અને શરીરે નાના મોટી ઈજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News