મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના ખેતરડી ગામે દારૂની રેડ: 2700 લીટર આથો-50 લિટર દેશી દારૂ કબ્જે, આરોપીની શોધખોળ


SHARE









હળવદના ખેતરડી ગામે દારૂની રેડ: 2700 લીટર આથો-50 લિટર દેશી દારૂ કબ્જે, આરોપીની શોધખોળ

હળવદના ખેતરડી ગામે સીમ વિસ્તારમાં દેશી દારૂ બનાવવામાં આવતો હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 2700 લીટર દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો તથા 50 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે 77,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખેતરડી ગામની સીમ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 2700 લીટર આથો તથા 50 લિટર દેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો આમ કુલ મળીને 77,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હોય આ માલ હર્ષદ મૈયાભાઈ દેકાવાડિયા રહે. ખેતરડી તાલુકો હળવદ વાળાનો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી પકડાયો
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જુદા જુદા બે દારૂના ગુનાની અંદર છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ હતી દરમિયાન એલસીબીની ટીમના ઈશ્વરભાઈ કલોતરા, શેખરભાઈ સંગ્રામભાઈ, ભરતભાઈ ગેલાભાઈ તથા પ્રદિપસિંહ બહાદુરસિંહને મળેલ ખાનગી બાતમી આધારે પોલીસે આરોપી હરેશભાઈ ઢેબાભાઈ ખાચર રહે. સુદામડા તાલુકો સાયલા વાળાને સુદામડા ખાતે હોય ત્યાંથી હદગત કરેલ છે અને આગળની કાર્યવાહી માટે આરોપીને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવેલ છે




Latest News