મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

ખેડૂતોના ખેતરમાં થાંભલા ઊભા થવાથી ખેડૂતો નહીં કંપની જ કમાવાની છે, વળતર પૂર કેમ નથી આપતા ?: મોરબીના જેતપર ગામેથી ઈશુદાન ગઢવીનો પ્રશ્નાર્થ


SHARE







ખેડૂતોના ખેતરમાં થાંભલા ઊભા થવાથી ખેડૂતો નહીં કંપની જ કમાવાની છે, વળતર પૂર કેમ નથી આપતા ?: મોરબીના જેતપર ગામેથી ઈશુદાન ગઢવીનો પ્રશ્નાર્થ

મોરબીના જેતપર ગામે ખાનગી કંપનીના વીજપોલના વળતર બાબતે છેલ્લા ઘણા દિવસોથી આંદોલન ચાલી રહ્યું છે દરમ્યાન આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી જેપર ગામે પહોંચ્યા હતા અને ત્યાં ખેડૂતોને ઈશુદાન ગઢવી દ્વારા સંબોધવામાં આવ્યા હતા અને ત્યારે તેમને કહ્યું હતું કે “સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થાય ત્યાર પછી ખેતરમાં થાંભલા નાખવાનું કામ ચાલુ થઈ જશે તેવું અગાઉ જ મેં કહ્યું હતું પરંતુ ખેડૂતો દ્વારા જે રીતે પોતાના હક્ક માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે તે આંદોલન ગુજરાત વ્યાપી કરીને તમામ ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તેના માટે આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે છે અને આગામી સમયમાં પણ રહેશે

મોરબી જિલ્લાના જેતપર ગામે છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો દ્વારા ખાનગી કંપનીના વીજપોલના વળતર બાબતે ગામના પાદરમાં ઉપવાસી છાવણી નાખીને ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. અને ખેડૂતો દ્વારા પહેલા વળતર અને પછી કામ તેમજ પૂર વળતર પછી કામની જે માંગ કરવામાં આવે છે જેથી કરીને  છેલ્લા દિવસોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત ભાજપના રાજ્યકક્ષાના મંત્રી અને ધારાસભ્ય સહિતના ભાજપના આગેવાનો પણ ઉપવાસી છાણીની મુલાકાત લઈને આવ્યા છે અને ખેડૂતોને વળતર માટેની ખાતરી આપી આવ્યા છે પરંતુ તે લોકોનો પ્રશ્ન ઉકેલાય તેવું હાલમાં દેખાતું નથી તેવામાં શનિવારે સાંજે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવી તથા તેની સાથે ધારાસભ્ય હેમંત ખવા જેતપર ગામની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાં હાજર રહેલ લોકોને ઈશુદાન ગઢવી દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી ત્યારે જ મેં કહ્યું હતું કે ચૂંટણી પૂરી થયા પછી ખેડૂતોના ખેતરની અંદર ખાંભલા ઉભા કરવા માટેની કામગીરી શરૂ થઈ જવાની છે અને આ ખેડૂતોના ખેતરોની અંદર જે થાંભલા ઉભા કરવામાં આવી રહ્યા છે તેનાથી ખેડૂતો કમાવાના નથી પરંતુ કંપની, અધિકારીઓ, કોન્ટ્રાક્ટર, નેતાઓ અને પાર્ટી તેમાંથી સો ટકા કમાણી કરવાના છે ત્યારે ખેડૂતોને લમસમમાં એક વખત નહીં પરંતુ દર મહિને ચોક્કસ પ્રોફિટનો હિસ્સો આપવામાં આવે તેવી માંગ ઈશુદાન ગઢવી દ્વારા કરવામાં આવી હતી અને ખેડૂતો જે પોતાની વાજબી માંગણી સાથે હાલમાં મોરબી જિલ્લામાં આંદોલન કરી રહ્યા છે. આવા જ આંદોલન ગામો ગામ કરીને ગુજરાત વ્યાપી આંદોલન ચલાવવું જોઈએ અને તેના માટે થઈને ખેડૂતોને જ્યારે પણ જરૂર હશે ત્યારે આમ આદમી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ હર હંમેશ ખેડૂતોની સાથે જ છે અને આગામી સમયમાં પણ રહેશે






Latest News