મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી અજાણ્યા ચાર શખ્સો 1.75 લાખના કોપર-એલ્યુમિનિયમ વાયરની કરી ચોરી


SHARE









મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી અજાણ્યા ચાર શખ્સો 1.75 લાખના કોપર-એલ્યુમિનિયમ વાયરની કરી ચોરી

મોરબીના પીપળી ગામ પાસે આવેલ કારખાનામાં અજાણ્યા ચાર શખ્સોએ પ્રવેશ કર્યો હતો અને દીવાલ કૂદીને કારખાનામાં આવેલા શખ્સોએ જુદી જુદી મશીનરીમાં વપરાતા કોપર તથા એલ્યુમિનિયમ વાયર એમ કુલ મળીને કુલ 350 કિલો વાયર જેની કિંમત 1,75,000 ના મુદામાલની ચોરી કરી છે જેથી હાલમાં ભોગ બનેલ કારખાનેદાર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના રવાપર રોડ ઉપર ઉમિયા ચોક પાસે આવેલ અક્ષરધામ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 9 માં રહેતા યશભાઈ ત્રિભુવનભાઈ સનાવડા (30)એ અજાણ્યા 4 શખ્સોની સામે ચોરીની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી નજીકના પીપળી ગામ પાસે તેઓ ની ભાગીદારીમાં કારખાનું આવેલું છે અને ત્યાં તેઓનું ગોડાઉન પણ આવેલું છે દરમ્યાન મોડી રાતના સમયે ચારેક અજાણ્યા શખ્સો જેની અંદાજે 25 થી 30 વર્ષની ઉંમર હોય તેવું લાગે છે તે ચારેય દિવાલ કૂદીને કારખાનામાં આવ્યા હતા અને ત્યારબાદ ગોડાઉનમાં રાખેલ મશીનરીમાં વપરાતા કોપર વાયર તથા એલ્યુમિનિયમ ફાઇબરનો કોટિંગ વાળો કેબલ જે અંદાજે કુલ મળીને 350 કિલો વજન અને તેની કિંમત 1,75,000 થાય છે તે વાયરોની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં કારખાનેદાર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ચાર શખ્સોની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 
#morbi




Latest News