મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો
હાલ સમગ્ર રાજયમાં સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવતું હોય છે જે અંતર્ગત લાભાર્થીઓને સરકારની વિવિધલક્ષી કામગીરીની જાણકારી તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ. છેવાડાના આમ આદમી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે જરૂરી જાણકારી મેળવે અને વધુને વધુ લોકો તેનો લાભ મેળવે તેવા ઉદેશ સાથે નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે પરમારના અધ્યક્ષ સ્થાને મોરબી નગરપાલિકા વોર્ડ નંબર 13 એસએસસી શાળામાં સેવાસેતુ નો કાર્યક્રમ રાખવામાં આવેલ.આ તકે સીટી મામલતદાર રૂપાપરા, નગરપાલિકાના ચીફઓફિસર ગીરીશ ભાઈ સરૈયા તેમજ આ વિસ્તારના કાઉન્સિલર જશવંતીબેન સોનગ્રા તથા જસાભાઈ સોનગ્રા, કે કે પરમાર, જીઈબીના અધિકારી પરમાર, નગરપાલિકા તેમજ વહીવટી તંત્રના તમામ અધિકારીઓ દ્વારા પ્રસંગોચિત જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવેલ.
