મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા


SHARE









મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત જે ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરી પૂર્વ મંજૂરી મેળવેલ છે, પરંતુ હજુ સુધી જરૂરી સાધનિક કાગળો કચેરીએ રજૂ કર્યા નથી; તેવા તમામ અરજદારો સહાયના લાભથી વંચિત ન રહી જાય તે હેતુથી પૂર્વ મંજૂરી મેળવેલ તમામ બાગાયતદારોએ નિયત સમયમર્યાદામાં ખરીદી કે વાવેતર પ્રક્રિયા પૂર્ણ કરી, તેના અસલ બિલો સહિતના અન્ય જરૂરી આધાર-પુરાવાઓ સાથેની દરખાસ્ત ‘નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી’ ના સરનામે અચૂક રજૂ કરવાની રહેશે.

લાભાર્થી ખેડૂતોએ સૌપ્રથમ આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ (http://ikhedut.gujarat.gov.in) પર પોતાની અરજીની વિગત મુજબના જરૂરી સાધનિક કાગળો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ, ખરીદી કે વાવેતરના બિલો અને અન્ય દસ્તાવેજો સાથેની ભૌતિક દરખાસ્ત ઉપરોક્ત લાલબાગ સ્થિત કચેરી ખાતે જમા કરાવવાની રહેશે. આ યોજનાકીય સહાય અંગે વધુ માહિતી કે માર્ગદર્શન મેળવવા માટે ખેડૂત મિત્રો કચેરીના સત્તાવાર ફોન નંબર ૦૨૮૨૨-૨૪૧૨૪૦ પર સંપર્ક સાધી શકે છે તેવું મોરબી જિલ્લા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.




Latest News