મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ઇંન્સ્ટાગ્રામમા કોમેંટ બાબતે બે મિત્રો વચ્ચે બોલાચાલી બાદ છરી વડે સામસામે હુમલો


SHARE













મોરબીમાં ઇંન્સ્ટાગ્રામમા કોમેંટ બાબતે બે મિત્રો વચ્ચે બોલાચાલી બાદ છરી વડે સામસામે હુમલો

મોરબીમાં ઇંન્સ્ટાગ્રામમા કોમેંટ બાબતે બે મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી અને બાદમાં બંને સામસામે વિજય નગર શાંતીવન સ્કુલ પાસે ભેગા થઈ ગયા હતા ત્યારે એકબીજાને છરીના ઘા ઝીકિ દીધા હતા અને સહેદોને લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને આ બનાવમાં સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા તાલુકાનાં કાજરડા ગામના રહેવાસી હનીફભાઇ અબાસભાઇ ભટી જાતે મીયાણા (ઉ.૨૧) એ હાલમાં એજાજભાઇ કાદરભાઇ મોવર, અક્રમભાઇ કાદરભાઇ મોવર રહે. બન્ને વીસીપરા સનરાઇઝપાર્ક તથા જાવેદ જામ રહે. માળીયા મીયાણા અને એક અજાણ્યો ઇસમ સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે અને એજાજ અગાઉ મિત્ર હતા અને મોબાઇલ પર ઇંન્સ્ટાગ્રામમા કોમેંટ બાબતે બોલાચાલી થઈ હતી ત્યારે વીસીપરા ખાડા વિસ્તરમા ભેગા થતા તકરાર થઈ હતી અને આરોપીઓએ ફરિયાદી યુવાનને હાથથી મુંઢ માર્યો હતો બાદ ફરિયાદી તેમજ કરીમભાઇ અબાસભાઇ ભટી તથા હુસેન મોવર વીસીપરામાં આવેલ વિજય નગર શાંતીવન સ્કુલ પાસેથી ઘેર જતાં હતા ત્યારે શાંતીવન સ્કુલ પાસે આરોપીઓ ભેગા થતા ઝઘડો કર્યો હતો અને એજાજે ફરિયાદીને ડાબા પૂઠના ભાગે કમરથી ઉપરના ભાગે અને કરીમને ડાબા પગે સાથળમા છરી વડે ઇજા કરી હતી અને અક્રમભાઇએ ફરિયાદી અને કરીમભાઇને હાથપગ તથા માથામા લાકડી વડે ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને પોલીસે ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

તો સામાપક્ષેથી મોરબીના વીસીપરામાં આવેલ વિજયનગર સનરાજ પાર્કમાં રહેતા એજાજ કાદરભાઇ મોવર જાતે મીયાણા (ઉ.૧૯) એ હાલમાં હનીફ અબ્બાસભાઇ ભટી, કરીમ અબ્બાસ ભટી અને હુસેન મોવર રહે. બધા જ માળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં ટેતે જણાવ્યુ છે કે, હુસેન તેનો મિત્ર હતો અને ઇંન્સ્ટાગ્રામમા કોમેંટ બાબતે બોલાચાલી થઈ હતી ત્યાર બાદ આરોપીઓ શાંતીવન સ્કુલપાસે ભેગા થાય હતા અને ત્યારે હુસેને ફરિયાદી યુવાન તેમજ અકરમને છરી વડે હાથની આગળીઓમા ઇજાઓ કરી હતી અને અન્ય બે આરોપીઓએ લાકડી વડે માર માર્યો હતો તેમજ તેના નાની અમીનાબેનને લાકડી વડે મુંઢ મારમારી ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને પોલીસે સામસામી ફરિયાદ લઈને આરોપીઓને પકડવાં માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News