વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે દીકરી સાથે જાત જલાવી લેનાર પરિણીતાએ કૌટુંબિક દિયર-દેરાણી સામે નોંધાવી ફરિયાદ


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે દીકરી સાથે જાત જલાવી લેનાર પરિણીતાએ કૌટુંબિક દિયર-દેરાણી સામે નોંધાવી ફરિયાદ

મોરબી નજીક મહેન્દ્રનગર ગામે માતા અને પુત્રીએ પોતાના ઘરની અંદર કેરોસીન છાંટીને જાત જલાવી હતી જેથી બંને ગંભીર રીતે દાઝી ગયા હતા જેથી તેઓને મોરબીથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં દીકરી સાથે આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાએ તેના કૌટુંબિક દિયર અને દેરાણી સામે તેઓને લગ્ન બાબતે માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ માળીયા તાલુકાના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા ધીરુભાઈ ચુનીભાઈ કવૈયા જાતે લુહારના પત્ની રેખાબેન (૪૫) અને દીકરી બંસી (૨૨) એ શનિવારે સવારે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને જાત જલાવી લીધી હતી જેથી કરીને બંને ગંભીર રીતે દાઝી ગયા હતા જેથી તેને ૧૦૮ મારફતે મોરબીથી તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇને જવામાં આવ્યા હતા અને હાલમાં રેખાબેન ધીરુભાઈ કવૈયાએ માળીયા તાલુકાનાં મોટભેલા ગામે રહેતા તેઓના કૌટુંબિક દિયર અમુભાઈ રતીલાલ કવૈયા અને દેરાણી પ્રવિણાબેન અમુભાઈ કવૈયાની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, તેઓની દીકરી બંસી સાથે આજથી સાત વર્ષ પહેલા આરોપી પ્રવિણાબેન અમુભાઈના ભાઈ સાથે લગ્ન કરવાનુ કહ્યું હતું ત્યારે તેઓએ ના કહી હતી જે બાબતનુ મનદુ:ખ રાખી બંને આરોપીઑ તેઓને તેમજ તેની દિકરી બંસીને અવાર-નવાર ફોનમા તેમજ પ્રસંગોપાત મળે ત્યારે સાત વર્ષથી માનસીક ત્રાસ આપીને મેણા ટોણા મારતા હતા જેનાથી કંટાળીને તેઓએ અને તેની દીકરી બંસીબેને પોત પોતાની રીતે જાતેથી શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી લીધી હતી હાલમાં પોલીસે રેખાબેનની ફરિયાદ લઈને તેઓના કૌટુંબિક દિયર અને દેરાણી સામે આઈ.પી.સી કલમ ૪૯૮(ક), ૫૦૭ અને ૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી  છે




Latest News